3500 કરોડમાં તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સમાં દશેરાએ ઓફિસમાં ઘડાઓ મુકાશે

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
3500 કરોડમાં તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સમાં દશેરાએ ઓફિસમાં ઘડાઓ મુકાશે 1 - image


-14 માળમાં 4600થી વધુ ઓફિસો : ભવિષ્યમાં વરાછા અને મહિધરપુરા હીરા બજારની ટ્રેડિંગની મોટી ઓફિસો અહી શિફ્ટ થશે

સુરત

ખજોદમાં ડ્રીમ સિટીમાં અંદાજે રુ.3500 કરોડના ખર્ચે સાકાર થયેલાં વિશ્વના સૌથી મોટાં કોમશયલ પ્રોજેક્ટ એવા સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટની રાહ જોવાઈ રહી છે. સંભવતઃ ડિસેમ્બરની મધ્યમાં આને વિધિવત રીતે ખુલ્લું મુકાશે. તે પહેલાં દશેરાના દિને કુંભ ઘડાની સ્થાપના પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

ડાયમંડ બુર્સનું ઉદઘાટન થયાં પછી, તેનો સૌથી વધુ ફાયદો વેપારીઓ અને દલાલોને થશે. સુરતથી હીરા વેચવા માટે અવારનવાર મુંબઈ જવું પડતું હતું તે ઓછું થશે. કેમકે 66 લાખ સ્કવેર ફીટના બાંધકામમાં 4600થી વધુ ઓફિસો 14 માળામાં પથરાયેલી છે. વરાછા અને મહિધરપુરા હીરા બજારમાંની ટ્રેડિંગની મોટી ઓફિસો પણ સમય જતાં અહીં ટ્રાન્સફર થઈ જશે, એમ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.

ડિસેમ્બર 2017માં આ પ્રોજેક્ટનું બાંધકામ શરૃ થયાં પછી 2021માં આને ખુલ્લું મુકવાનું લક્ષ્ય હતું. પરંતુ કોરોના કારણે 2 વર્ષ પ્રોજેક્ટ પાછળ ઠેલાયો છે.જોકે, હવે તા.17 ડિસેમ્બર આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશના, ખાસ કરીને હીરા ઉદ્યોગના નજરાણા સમા બુર્સને ખુલ્લો મુકાશે. આ પ્રોજેક્ટમાં બધું જ વૈશ્વિક સ્તરનું બનાવવામાં આવ્યું છે.

 11 હજારથી વધુ ટુ-વ્હીલર અને 5 હજારથી વધુ ફોર-વ્હીલરની સુવિધા અહીં ઊભી કરવામાં આવી છે. કેમકે 1 લાખથી વધુની કેપેસિટી ધરાવતું બિલ્ડીંગ છે. 500કેવી સોલાર પાવર, 1800 કેએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઝીરો ડિસ્ચાર્જ કોન્સેપ્ટથી સોલીડ વેસ્ટ અને વેસ્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ, સેન્ટ્રલાઈઝ સ્કૂલિંગ સિસ્ટમ, સભ્યો માટે બેન્ક રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે સ્ટેટ ઓફ આર્ટ કસ્ટમ હાઉસ તથા ઇઝરાયેલ જેવી સિક્યુરિટી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.


Google NewsGoogle News