ગુજરાતમાં 35 મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં, કોંગ્રેસમાંથી એકપણ નહીં, પાર્ટીએ ખુદ જણાવ્યું કારણ
Lok sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ કમર કસી છે. જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે. કોઈ જાતિ તો કોઈ ધર્મના નામ પર મત લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 35 મુસ્લિમ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જોકે, રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસે આ વખતે પોતાની પરંપરા તોડતા આ સમુદાયથી એક વ્યક્તિને પણ ટિકિટ નથી આપી.
એટલા માટે ન ઉતાર્યા કોઈ મુસ્લિમ ઉમેદવાર
આ સમગ્ર મામલે કોંગ્રેસે દલીલ કરતા કહ્યું કે, ભરૂચ લોકસભા બેઠક જ્યાંતી તેઓ દર વખતે મુસ્લિમ ઉમેદવારને ઉતારતા હતા, આ વખતે વિપક્ષી ગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીની સમજૂતીને લઈને આમ આદમી પાર્ટીને આ બેઠક આપવામાં આવી છે. રાષ્ટ્રીય પક્ષોમાં માત્ર બહુજન સમાજ પાર્ટી (બસપા)એ રાજ્યમાં 7 મેના રોજ થનારી ચૂંટણીમાં ગાંધીનગરથી એક મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. બસપાને 2019ની લોકસભા ચૂંટણીમાં પંચમહાલથી પણ મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા હતા.
2019ની સરખામણીમાં ઘણા ઓછા ઉમેદવાર
ચૂંટણી પંચના આંકડા અનુસાર, આ વખતે ગુજરાતની 26માંથી 25 બેઠકો પર થનારી લોકસભા ચૂંટણીઓમાં 35 મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે 2019માં આ સમુદાયમાંથી 43 ઉમેદવાર મેદાનમાં હતા. સમુદાયના વધુ પડતા ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અથવા તો નાની પાર્ટીઓએ તેમને મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાત કોંગ્રેસના અલ્પસંખ્યક વિભાગના અધ્યક્ષ વઝીરખાન પઠાણે કહ્યું કે, 'પાર્ટી રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયથી ઓછામાં ઓછા એક ઉમેદવારને મેદાનમાં ઉતરાતી હતી. પરંતુ આ વખતે આ એટલા માટે સંભવ ન થઈ શક્યું કારણ કે આ બેઠક આપના ખાતામાં ગઈ છે.'
જીતની સંભાવના ઓછી હોવાનું પણ કારણ
તેમણે દાવો કર્યો કે, 'કોંગ્રેસે ગુજરાતમાં એક બેઠકથી ઉમેદવાર ઉતારવાની રજૂઆત કરી હતી પરંતુ જીતની શક્યતાઓ ઓછી હોવાના કારણે સમુદાયના સભ્યોએ ના પાડી દીધી. કોઈ અન્ય બેઠકથી મુસ્લિમ ઉમેદવારના ચૂંટણી લડવાની કોઈ શક્યતા નથી. અમદાવાદ પશ્ચિમ અને કચ્છમાં મુસ્લિમ વસ્તીવાળી બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.'
જણાવી દઈએ કે, ભરૂચ સિવાય કોંગ્રેસે ભૂતકાળમાં નવસારી અને અમદવાદથી (જ્યારે આ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકોમાં વિભાજીત ન હતું) મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.