Get The App

મોરા ગામમાં 34 વર્ષનો યુવાન ખુરશી પર જ ઢળી પડયા બાદ મોત

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
મોરા ગામમાં 34 વર્ષનો યુવાન ખુરશી પર જ ઢળી પડયા બાદ મોત 1 - image


- સુરતમાં વધુ બે યુવાનના એકાએક મોત

- સૈયદપુરામાં ઓફિસમાં કામ કરી રહેલો ૨૫ વર્ષનો યુવાન ઢળી પડયો : બંનેને હાર્ટએટેક આવ્યાની શક્યતા

 સુરત,:

સુરતમાં અચાનક મોત થયાના બનાવો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે સૈયદપુરામાં હીરાની ઓફિસમાં કામ કરતો ૨૫ વર્ષીય યુવાન અને ઇચ્છાપોરમાં ખુરશી પર બેસેલો ૩૪ વર્ષીય યુવાનની તબિયત બગડતા મોતને ભેટયા હતા.

સ્મીમેર અને સિવિલથી મળેલી વિગત મુજબ વરાછામાં યોગીચોક ખાતે યોગીરાજ સોસાયટીમાં રહેતો ૨૫ વર્ષીય બ્રિજેશ અરવિંદ પટેલ બુધવારે સવારે સૈયદપુરામાં નાગોરીવાડમાં રત્નદિપ એપાર્ટમેન્ટમાં આવેલી હીરાની ઓફિસમાં કામ કરતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગડતા બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બ્રિજેશ મુળ ભાવનગરમાં ગારીયાધરનો વતની હતો. સંતાનમાં એક પુત્રી છે. પોલીસે કહ્યુ કે તેને હાર્ટ એટેક આવ્યાની શકયતા છે પણ તેના પોસ્ટમોર્ટમ દરમિયાન લીધેલા સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે.

બીજા બનાવમાં હજીરા રોડના મોરાગામમાં શિવશક્તિ સોસાયટીમાં રહેતો ૨૪ સુબિન રાજુ બે-ત્રણ દિવસથી તેના પરિચિત ફોન કરતા હતા પણ તે રિર્સીવ કરતો ન હતો. જેથી બુધવારે સવારે પરિચિત તેના ઘરે ગયા હતા. તે સમયે ઘરની બારીમાં જોતા સુબિન ખુરશી પર મૃત હાલતમાં દેખાતા ચોકી ગયા હતા. પોલીસને જાણ કરતા ત્યાં પહોચીને કાર્યવાહી કરીને મૃતદેહ સિવિલમાં લાવ્યા હતા. પોલીસે કહ્યુ કે, તેને પણ હાર્ટએટેક આવ્યાની શક્યતા છે. મુળ કેરલનો વતની હતો. તે હજીરાની કંપની વેલ્ડર તરીકે કામ કરતો હતો.


Google NewsGoogle News