2339 આવાસ માટે 10 દિવસમાં 34 હજાર ફોર્મ વેચાયા

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
2339 આવાસ માટે 10 દિવસમાં 34 હજાર ફોર્મ વેચાયા 1 - image


તા.31 ડિસેમ્બર સુધી ફોર્મ મળશે ઃ ભીમરાડમાં 928, ડિંડોલીમાં 63, વેસુ કેનાલ રોડ પર 540 અને જહાંગીપુરામાં 808 આવાસ બનશે

                 સુરત

સુરત મ્યુનિ. વિસ્તારમાં 2339 આવાસ બની રહ્યાં છે, આ આવાસ લેવા માટે માત્ર દસ દિવસના ગાળામાં 34 હજારથી વધુ ફોર્મ બેન્કમાંથી વેચાઈ ગયા છે. ફોર્મ વિતરણ માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં આ ફોર્મની સંખ્યામાં ઘણો વધારો થાય તેવી શક્યતા છે. આવાસ કરતાં અનેક ગણા અરજદાર હોય આવાસ માટે  ડ્રો  કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારના જહાંગીરપુરા, વેસુ, ડિડોલી અને ભીમરાડ ખાતે 2339 આવાસ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ. દ્વારા બનાવવામાં આવેલા આવાસની ગુણવત્તા પહેલા કરતાં વધુ સુધરી છે અને તેમા પણ ખાનગી બિલ્ડીંગ જેવા આવાસ બની રહ્યા હોય લોકો આવાસ માટે પડાપડી કરી રહ્યાં છે. 1 ડિસેમ્બરના રોજ ખાનગી બેંકમાંથી આવાસ માટે ફોર્મ વિતરણ શરૃ કરવામાં આવ્યું હતુ. અને પહેલા જ દિવસે 5494 લોકો ફોર્મ લઈ ગયા હતા. ત્યાર બાદ 10 દિવસમાં 2339 આવાસ માટે 34 હજારથી વધુ ફોર્મ બેંકમાંથી લોકો લઈ ગયા છે. હજી 31 ડિસેમ્બર સુધી ફોર્મ વિતરણ ચાલુ રહેશે અને ત્યારબાદ આવાસ મેળવવા માટે જરૃરી પુરાવા સાથે ફોર્મ પરત કરવાના રહેશે.


Google NewsGoogle News