ભાવનગર-બોટાદ પંથકમાં બે દી'માં 34 જુગારી ઝડપાયા, 2 ફરાર
- બન્ને જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં 8 ફરિયાદ નોંધાઈ
- ભાવનગર શહેરમાં જુગારના ત્રણ બનાવો સહિત કુલ 8 બનાવોમાં 70 હજારથી વધુનો મદ્દામાલ જપ્ત
ભાવનગર શહેરના ભરતનગર નાયરા પેટ્રોલપંપ પાછળના ભાગે જાહેરમાં લુડોકીંગ નામની મોબાઈલ એપમાં જુગાર રમતા જયકરણ ચંદ્રપાલ પાલ, અરવિં રાજામલ પાલ, વિજય ભુપતભાઈ મકવાણા અને શૈલેષ સોડાભાઈ મેરને ભરતનગર પોલીસે કુલ રૂ.૮,૩૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. શહેરના કરચલિયાપરા પોપટનગર રામાપીરના મંદિર સામે જાહેરમાં જુગાર રમતા સંતોષ ભુપતભાઈ મકવાણા, અનિલ ઉર્ફે કુંબલે રાજુભાઈ રાઠોડ, પ્રકાશ ઉર્ફે પકો કિશોરભાઈ બારૈયા, કમલેશ ઉર્ફે કમો નિલેશભાઈ રાઠોડ અને અજય ઉર્ફે ચીબો કનાભાઈ રાઠોડને ગંગાજળિયા પોલીસે કુલ રૂ.૧૧,૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. તેમજ શહેરના જવાહર મેદાન પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળા નીચે જાહેરમાં જુગાર રમતા ભોપા છોટુભાઈ પરમાર, પ્રવિણ ઢગલાજી રાઠોડ, રમેશ ચીમનભાઈ રાઠોડ, પિન્ટુ ઉર્ફે પ્રવિણ ઢગલાજી રાઠોડ, ભરત અમરશીભાઈ લકુમ, પ્રવિણ પ્યારેલાલ રાઠોડ, અરવિંદ ભરતભાઈ રાઠોડ અને કશોર ઠાકરભાઈ રાઠોડને ઘોઘારોડ પોલીસે કુલ રૂ.૧૦,૮૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. જ્યારે જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે જાહેરમાં જુગાર રમતા રાજુ રામભાઈ ગોહિલ, રાજુ ખોડાભાઈ ચારણીયા, કનુ દયારામ દાણીધરીયા, શાંતી મહારાજગીરી ગૌસ્વામી, દિનેશ ગોબરભાઈ જાદવ અને ઉમેશ મનજીભાઈ મકવાણાને ઉમરાળા પોલીસે કુલ રૂ.૩૧,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત બોટાદના ઝીંઝાવદર ગામે જાહેરમાં જુગાર રમતા બાબુ વિરાભાઈ પરમાર, રમેશ વિરાભાઈ પરમાર, લક્ષ્મણ મુળજીભાઈ પરમાર અને સોમા વિરાભાઈ પરમારને કુલ રૂ.૬૧૦ના મુદ્દામાલ સાથે બોટાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. ગઢડા તાલુકાના લાખણકા ગામે ગઢાળી ગામે જવાના રસ્તે વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા જય ગોરધનભાઈ શેખલીયાને ગઢડા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો તથા ગઢડા તાલુકાના પડવદર ગામે જાહેરમાં જુગાર રમતા નરેશ ધનજીભાઈ શેખલીયાને ગઢડા પોલીસે ઝડપી લીધો હતો જ્યારે અનિલ ઉર્ફે લાલો ભીખાભાઈ શેખલીયા અને અલ્પેશ ખીમજીભાઈ રાઠોડ નામના શખ્સો નાસી છુટતા ઉક્ત ત્રણેય શખ્સો સામે ગઢડા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ધંધુકાના અડવાળ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા રમેશ બબાભાઈ પરમાર, ભદ્રેશ ઉર્ફે ભવદીપ ગંભીરભાઈ કુમાદરા, અમીત ચંદુભાઈ દોદરીયા, જીતેશ પ્રવિણભાઈ મકવાણા અને મેહુલ હરખાભાઈ મકવાણાને કુલ રૂ.૬,૧૫૦ના મુદ્દામાલ સાથે ધંધુકા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.