Get The App

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ રૂ.3200 કરોડ ખર્ચાશે : ઉત્તરાયણ બાદ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ રૂ.3200 કરોડ ખર્ચાશે : ઉત્તરાયણ બાદ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત 1 - image


Vadodara : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અવારનવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તજજ્ઞોની કમિટીની નિમણૂક કરી સમગ્ર અહેવાલ કમિટીએ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો તે બાદ હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આવતા અઠવાડિયે  મુખ્યમંત્રીના હસ્તે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે-સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા થયેલા વિકાસના કામોનું પણ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે તેમ જાણવા મળે છે.

 વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે ભારે પુર આવ્યું હતું જેને કારણે લોકોને નુકસાન થયું હતું પૂર ઉતર્યા બાદ રાજ્ય ગૃહ મંત્રી વિધાનસભાના દંડક સહિત આગેવાનો વિવિધ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે કેટલીક જગ્યાએ ઘેરાઓ થયો હતો અને લોકોના રોજનો ભોગ બન્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી સમક્ષ પણ ઉગ્ર રજૂઆતો થઈ હતી. તે સમયે લોકોને અને વેપારીઓને સહાય આપવા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ.1,200 કરોડ ફાળવવાનું નક્કી થયું હતું. રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવા બીએન નવલાવાલાની અધ્યક્ષતામાં તજજ્ઞોની સમિતિની રચના કરવામાં આવી હતી અને તેઓ દ્વારા અભ્યાસ કરી સમગ્ર અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો હતો. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે વડોદરા શહેરના વિસ્તારમાં હરણીથી મુજ મહુડા સુધીની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા કરવાનું નક્કી થયું હતું જ્યારે પાવાગઢથી પીંગલવાડા સુધીની કામગીરી રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ સહિત અન્ય વિભાગો કામગીરી કરશે તેમ નક્કી થયું હતું જેની પાછળ રૂપિયા 3200 કરોડનો ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિમાં લોકોને રાહત થાય તેને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવનાર છે જેનું આગામી દિવસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત થશે આજ દિવસે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News