કાપોદ્રામાં 16 વર્ષની તરૂણીની અવારનવાર છેડતી કરનાર 32 વર્ષના યુવાનની ધરપકડ
કાપોદ્રામાં સાડીના કારખાનામાં સાથે કામ કરતી હતી
મૂળ જુનાગઢના પરિણીત નિકુંજ પનારાના ત્રાસથી તરુણીએ નોકરી પણ છોડી દીધી હતી
- કાપોદ્રામાં સાડીના કારખાનામાં સાથે કામ કરતી હતી
- મૂળ જુનાગઢના પરિણીત નિકુંજ પનારાના ત્રાસથી તરુણીએ નોકરી પણ છોડી દીધી હતી
સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાડીના કારખાનામાં સાથે કામ કરતી 16 વર્ષની તરૂણીની અવારનવાર છેડતી કરનાર 32 વર્ષના પરણિત યુવાન વિરુદ્ધ કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણી સાડીના કારખાનામાં અગાઉ નોકરી કરતી હતી.તેની સાથે જ કારખાનામાં કામ કરતા નિકુંજે ગત 16 થી 20 જાન્યુઆરી દરમિયાન તેની સાથે અવારનવાર અડપલાં કર્યા હતા અને તેનો હાથ પકડી બાથ ભરી દીધી હતી.ગભરાયેલી તરુણીએ તેથી નોકરી પણ છોડી દીધી હતી.
આ અંગે બાદમાં તરુણીએ પોતાના પરિજનોને જાણ કરતા તેના પરિજને ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં નિકુંજ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં કામરેજ ખાતે રહેતા 32 વર્ષીય પરણિત નિકુંજ જમનાદાસ પનારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.વધુ તપાસ પીઆઈ એમ.બી.ઔસુરા કરી રહ્યા છે.