ગત રાત્રીના આઠ કલાકથી સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 30000 ક્યુસેક પાણી છોડ્યું: પરિક્રમા સ્થગિત
Image Source: Twitter
ગત રાત્રીના ૮ વાગ્યાથી સરદાર સરોવર બંધમાંથી નર્મદા નદીમાં ૩૦ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવાનું શરૂ થતા સપાટીમાં વધારો થયો છે. પરિણામે ઉત્તરવાહિની પરિક્રમાની સરળતા માટે બાંધવામાં આવેલા હંગામી પુલને નુકશાન થવાની ખબર મળી રહી છે.
નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સૂચના પ્રમાણે દર વર્ષે ઉનાળામાં જળ વિદ્યુત મથકોમાં વીજ ઉત્પાદન કરવા અને નદીમાં પાણીનો પ્રવાહ જાળવી રાખવા કેટલાક ક્યુસેક પાણી છોડવામાં આવે છે. પરિણામે સપાટીમાં થોડો ઘણી વધ ઘટ થાય છે. કદાચ એક કારણ એ પણ છે કે, ચોમાસા પહેલા ઉપરવાસના બંધોમાં પાણીનો ખૂબ સારો સંગ્રહ હોય તો તેનો ઉપયોગ જળ વીજળીના ઉત્પાદન માટે થવાની સાથે ચોમાસાને અનુલક્ષીને બંધોની સપાટી સલામત કરી શકાય છે. આ દર વર્ષે થતી સામાન્ય પ્રક્રિયા છે જેનો નિર્ણય નર્મદા નિયંત્રણ સત્તામંડળ સમગ્ર પરિસ્થિતિના આકલનને આધારે લે છે એવું સૂત્રોનું કહેવું છે.