સંગીની બિલ્ડર-અરિહંત જ્વેલર્સના 300 કરોડના બેનામી રોકડ વ્યવહારો ઝડપાયા
કુલ રૃા.650 કરોડની શંકાસ્પદ એન્ટ્રી-રિસિપ્ટઃ રૃા.4કરોડ રોકડા, રૃા.3 કરોડની જ્વેલરી સિઝ્ડઃ 12 થી વધુ બેંક લોકર સીલ
200 કરોડના રીયલ એસ્ટેટના રોકાણો તથા 100 કરોડથી વધુ રકમના લોન વ્યવહારો હાથ લાગ્યાઃ સુરત-મુંબઇના કુલ 40 સ્થળોએ સર્ચ કરાઇ હતી
સુરત
કુલ રૃા.650 કરોડની શંકાસ્પદ એન્ટ્રી-રિસિપ્ટઃ રૃા.4કરોડ રોકડા, રૃા.3 કરોડની જ્વેલરી સિઝ્ડઃ 12 થી વધુ બેંક લોકર સીલ
સુરતના
સંગીની બિલ્ડર-અરિહંત જ્વેલર્સ અને ધંધાકીય ભાગીદારોને ત્યાં સુરત ઇન્કમટેક્સ ઇન્વેસ્ટીગેશન
વીંગની સર્ચમાં રૃા.300 કરોડના રોકડ વ્યવહારો મળી આવ્યા છે. કુલ રૃા.650 કરોડની એન્ટ્ર, રીસીપ્ટ પ્રાથમિક તબક્કે
શંકાસ્પદ જણાયા છે. જેથી બેનામી આવકનો આંકડો મોટી હોવાની શક્યતા છે. પાંચ દિવસની તપાસમાં અધિકારીઓએ રૃા.4 કરોડની રોકડ,
રૃા.3 કરોડની જ્વેલરી સિઝ્ડ કરી છે. જ્યારે 12 થી વધુ બંક લોકર સીલ કરાયા
છે.
સુરત ઇન્કમટેક્સ વિભાગની ઈન્વેસ્ટીેગેશન વિંગ દ્વારા ગઈ તા.3જી ડીસેમ્બરના રોજ સુરત તથા અમદાવાદ આયકર વિભાગના 70થી વધુ અધિકારીઓના કાફલાએ મુખ્યત્વે સુરતના સંગીની બિલ્ડર્સ,અરિહંત જ્વેલર્સ સહિત અન્ય વ્યવસાયી રીતે સંકળાયેલા ભાગીદારોના સુરત-મુંબઈના કુલ 40 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.જેમાં બિલ્ડર્સ-જ્વેલર્સ જુથ સાથે ધંધાકીય રીતે સંકળાયેલા મનાતા હોમલેન્ડ ગુ્રપના નરેન્દ્ર ગર્ગ, ફાઇનાન્સર અશેષ દોશી,કિરણ સંઘવી અને મહેન્દ્ર ચંપકના વગેરેના રહેણાંક તથા ધંધાકીય સ્થળોને સર્ચના દાયરામાં આવરી લેવાયા હતા.
ભાગીદારોના બેનામી રોકડ રકમના વ્યવહારોના પુરાવા,રોકડમાં દર્શાવવામાં આવેલી બોગસ આવાસ લોન એન્ટ્રીઝ તથા અસ્પષ્ટ રોકડ ખર્ચા વગેરેને લગતા વ્યવહારોનો સમાવેશ થાય છે.જેની સર્ચ ઓપરેશન દરમિયાન ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવતાં રૃ.200 કરોડથી વધુ રકમના રીયલ એસ્ટેટના રોકાણો તથા 100 કરોડથી વધુ રકમના લોન ધિરાણને લગતા બેનામી વ્યવહારો મળી આવ્યા છે.
સર્ચ ઓપરેશન દરમિયાન રૃા.4 કરોડની રોકડ તથા રૃા.3 કરોડની કિંમતની જ્વેલરી મળી છે. 12 થી વધુ બેંક લોકર્સ સીલ કરાયા છે. વિભાગના સુત્રોએ જાહેર ન કરાયેલી બેનામી રોકડ રીસીપ્ટ તથા શંકાસ્પદ પ્રકારની એન્ટ્રીઝની માત્રા 650 કરોડથી વધુ હોવાનું જણાવ્યું છે.
મોટાભાગના હિસાબો કોડ પધ્ધતિથી લખાયા
હતા, અધિકારીઓએ ડીકોડ કર્યા
અધિકારીઓની ટીમે થોકબંધ વાંધાજનક હિસાબી દસ્તાવેજો,ડીજીટલ પુરાવા તથા સમાંતર હિસાબી ચોપડાઓ કબજે કરી વેરીફિકેશનની
હાથ ધર્યું હતુ.મોટાભાગના સંસ્થાઓના હિસાબોને કોડ પધ્ધતિથી લખવામાં આવ્યા હતા.જેને
અધિકારીઓની ટીમે ડીકોડ કરવામાં સફળતા મેળવી છે.પ્રારંભિક તપાસ દરમિયાન ફ્લેટ અને
જમીનના વેચાણને લગતાં અંદાજે 300 કરોડથી પણ વધુ બેનામી રકમના રોકડ રસીદોના
વ્યવહારો મળી આવ્યા છે.જેને નિયમિત હિસાબી ચોપડે દર્શાવવામાં આવ્યા નથી.