કરજણના મેડિકલ સ્ટોરમાંથી રોકડા ૩૦ હજારની ચોરી
વાઘોડિયાની દુકાનમાંથી રોકડા ૧૯ હજારની ઉઠાંતરી
વડોદરા,કરજણના મેડિકલ સ્ટોર અને વાઘોડિયાની દુકાનમાંથી ચોર ટોળકી રોકડા ૪૯,૫૦૦ રૃપિયા ચોરી ગઇ હતી.
કરજણ નવાબજારમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વિપુલ હેમજીભાઇ વાઘેલાકરજણ એસ.ટી.ડેપોની સામે રાજ કોમ્પલેક્સમાં આવેલા મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. ગત તા. ૨૬ મી એ દિવસ દરમિયાન થયેલા વેપારના હિસાબના રોકડા ૩૦ હજાર ડ્રોવરમાં મૂકીને તેઓ ઘરે ગયા હતા. રાત્રિ દરમિયાન ચોર તેમના સ્ટોરમાં પાછળનું લોખંડનું શટર તોડીને અંદર ઘુસી રોકડા ૩૦ હજાર ચોરી ગયો હતો. જ ેઅંગે તેમણે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા માડોધર રોડ પર નિલકંઠ ધામ સોસાયટીમાં રહેતા ચિરાગભાઇ શાહની વાઘોડિયા બજારમાં દુકાન છે. ગત તા.૨૬ મી એ રાતે તેમની દુકાનની બારીનો કાચ તોડીને ચોર ટોળકી રોકડા ૧૯,૫૦૦ રૃપિયાની ચોરી કરી ગઇ હતી. જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.