થર્ટી ફર્સ્ટ પહેલાં નશાબાજોને પકડવા પોલીસની 30 ટીમો તૈયાર,37 પકડાયા
વડોદરાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં પોલીસ દ્વારા દારૃનો નશાબાજો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.
ગઇકાલે મોડીરાતે જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફતેગંજ,રાત્રિ બજાર,સયાજીગંજ,અમિત નગર સર્કલ જેવા વિસ્તારોમાં પોલીસના કાફલા સાથે ઉતરી પડયા હતા.
પોલીસે વાહન ચેકિંગ કરી શકમંદોની પૂછપરછ કરી હતી.પોલીસે ૧૭ પીધેલા સહિત જુદાજુદા ગુનામાં કુલ ૩૭ જણાની અટકાયત કરી હતી.
આ પૈકી ફતેગંજમાં જોઇન્ટ પોલીસ કમિશનરે વાહનો ચેક કર્યા હતા.પોલીસે એક થાર કારમાંથી દિપક સોમાભાઇ મકવાણા (રાંદલધામ સોસાયટી,ન્યુ સમા) અને યોગેશ અનિલભાઇ રોહિત (એકતા નગર,છાણી જકાત નાકા)ને દારૃ પીધેલી હાલતમાં પકડયા હતા. આગામી દિવસોમાં પોલીસની 30 જેટલી ટીમો દ્વારા નાકાબંધી કરી ચેકિંગ જારી રાખવામાં આવનાર છે.