સુરેન્દ્રનગરમાં બુટલેગર જલમસીને છોડાવવા 30 લોકોનો પોલીસ પર હુમલો, PSIને છરીના ઘા ઝીંક્યા
સુરેન્દ્રનગરમાં છેલ્લા 15 દિવસમાં પી.એસ.આઈ પર હુમલાની બીજી ઘટના છે
Mob Attacked Police In Surendranagar: સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઝીંઝુવાડા ગામે પોલીસ પર 30થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો અને આરોપી બુટલેગર જલમસીને છોડાવી ગયા. ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો છે.
ટોળાએ PSI પર જીવલેણ હુમલો કર્યો
સુરેન્દ્રનગરમાં અવારનવાર ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે. કાયદો વ્યવસ્થા પર વારંવાર સવાલ ઉઠતા રહે છે. આ વચ્ચે ઝીંઝુવાડા ગામે આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. ટોળાએ PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યા હતા. જ્યારબાદ PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.
હાલ તો બુટલેગર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો છે. છેલ્લા 15 દિવસમાં પી.એસ.આઈ પર હુમલાની બીજી ઘટના છે. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના પગલે સમગ્ર સુરેન્દ્રનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે ત્યારે જિલ્લા પોલીસ પર પણ હુમલા થઈ રહ્યા છે. તો સવાલ થાય છે કે, સામાન્ય નાગરિકની સુરક્ષાનું શું?