Get The App

વડોદરાના છાણીમાં ગેરકાયદે 30 ફૂટ લાંબી ગેરકાયદે દિવાલનો સફાયો

Updated: Jan 29th, 2025


Google News
Google News
વડોદરાના છાણીમાં ગેરકાયદે 30 ફૂટ લાંબી ગેરકાયદે દિવાલનો સફાયો 1 - image


Vadodara Demolition : વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં આવેલા છાણી ગામના વણકરવાસમાં ગેરકાયદે બનાવેલી 30 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલની દિવાલના બાંધકામનો સફાયો પાલિકાની દબાણ શાખાએ કર્યો હતો. ગામના વણકરવાસમાં બુલડોઝર જઈ શકે તેવી સ્થિતિ નહીં હોવાથી સ્ટાફ દ્વારા બાંધકામ દૂર કરાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર વિભાગમાં આવેલ છાણી ગામના વણકરવાસના રહેણાંક મકાન પાસે 30 ફૂટ જેટલી લાંબી કોટની દિવાલ ગેરકાયદે બનાવવામાં આવી હતી. આ અંગેની જાણ થતા પાલિકાના દબાણ ખાતાની ટીમ આજે વહેલી સવારે ત્રાટકી હતી. 

ગામના વણકરવાસમાં બુલડોઝર જઈ શકે તેવી સ્થિતિમાં ન હતું અને જગ્યા સાંકડી હોવાથી દબાણ શાખાના સ્ટાફ દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

Tags :
VadodaraDemolitionillegal-wallChhaniVadodara-Corporation

Google News
Google News