વડોદરામાં 3 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, પોલીસ તંત્રમાં દોડધામ
Vadodara School Threat: વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કૂલના પ્રિન્સપાલને મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલો આવેલી છે.
કઈ કઈ સ્કૂલને ધમકીઓ મળી?
તાજેતરની માહિતી અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને સમા વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. બોમ્બની ધમકીની સૂચના મળતાં બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે.