Get The App

દીપકચોક નજીકથી દારૂ, બિયરના ટીન સાથે મહિલા સહિત 3 ઝડપાયા

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
દીપકચોક નજીકથી દારૂ, બિયરના ટીન સાથે મહિલા સહિત 3 ઝડપાયા 1 - image


- ત્રણેય વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો 

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ,બિયરના ટીન મળી કુલ રૂ.૪૧ હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : શહેરના આડોડીયાવાસ દીપકચોકમાં જાહેર રોડ પરથી એક મહિલા અને પુરુષને વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર શહેર, આડોડીયાવાસ, દીપકચોકમાં જાહેર રોડ ઉપર બે ઇસમો તથા એક મહીલા હાથમાં અલગ-અલગ કલરના નાના-મોટા પ્લાસ્ટીકના થેલાઓમાં કંઇક શંકાસ્પદ હાલતમાં લઇ ઉભેલ હોવાની બાતમીના આધારે દરોડો કરી દીપકચોકમાં ઉભેલા તુષાર ઉર્ફે ભોદુ પ્રકાશભાઇ પરમાર (ઉ.વ.૨૦ રહે.આશાપુરા પાન સેન્ટરની બાજુમાં, દિપચોક, આડોડીયાવાસ, ભાવનગર),હીંમાશુ ભીખાભાઇ પરમાર ઉવ.૨૦ ( રહે. હનુમાનજીના મંદીર પાસે, સુભાષનગર ટેકરા, નોબલનગર, સરદારનગરની પાસે, અમદાવાદ) અને ઉર્વશીબેન વિશાલભાઇ રાઠોડ (ઉ.વ.૪૦  રહે. આડોડીયાવાસ, દીપકચોક, ભાવનગર)ને અટકાવી તલાસી લેતાં પ્લસ્તિકના થેલામાંથી વિદેશી દારૂની બોટલ ૩૧૦,બિયરના ટીન ૨૩ મળી આવતા પોલીસે  વિદેશી દારૂની બોટલ ૩૧૦ રૂ.૩૭,૨૦૦ , બિયરના ટીન ૨૩ રૂ.૩,૩૩૫ મળી કુલ રૂ.૪૧,૧૩૫ નાં મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણને ઝડપી લીધા હતા.તેના વિરૂધ્ધ ભાવનગર શહેર, ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Google NewsGoogle News