ભાવનગર-બોટાદમાંથી દારૂ- બિયર સાથે 3 શખ્સ ઝડપાયા, એક ફરાર
- પેરોલ ફર્લો સ્કવોડ, મહુવા, બોટાદ ડીવાયએસપી સ્ક્વોડના દરોડા
- અધેલાઈ પર આવેલી હોટેલમાં પડેલી કારમાં છૂપાયેલાં દારૂ સાથે ચાલક ઝડપાયો, માલિક ફરાર
દરોડાના પ્રથમ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના મહુવાના જાદરા રોડ,ટેલિફોન એક્સચેન્જની સામેથી મહુવા પોલીસે વિદેશી દારૂની નાનીમોટી ૯ બોટલ,કિં.રૂ.૩૦૦૦ સાથે આસિફ સદરૂદીનભાઇ જમાણી (રહે.ફાતેમા સોસાયટી,મહુવા)ને ઝડપી તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.જ્યારે ભાવનગર એલસીબી અને પેરોલફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે અધેલાઈ રોડ પર આવેલ શ્યામ હોટલના પાકગમાંથી ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ ચુડાસમા (રહે.બાવળિયાળી)ની કારમાં તપાસ કરી હતી. જેમાંથી દારૂની ૯ બોટલ, કિં.રૂ.૧૯૬૬ મળી આવતાં ચાલક ગોબર નરશીભાઈ ગોહેલ (રહે.જશવંતપુર,તા.ભાવનગર)ને ઝડપી પાડયો હતો અને તેની સહિત બન્ને વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જયારે, કારમાલિકને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
જ્યારે દરોડાના ત્રીજા બનાવની વિગત એવી છે કે, બોટાદ ડીવાયએસપી સક્વોર્ડને મળેલી બાતમીના આધારે સાળંગપુરગામે દરોડો પાડી મહેન્દ્ર ઉર્ફે ધામો ભરતભાઈ ખાચર (રહે.સાળંગપુર)ને શંકાન આધારે અટકાવ્યો હતો. અને તેની તલાશી લેતા તેના કબ્જામાંથીદારૂની બોટલ ૨૦ અને બિયર ૮ ટીન ૮ મળી કુલ રૂા.૨૫૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.