મજૂરીએ આવવાનું પૂછતા યુવાન પર 3 શખ્સનો હુમલો
- ત્રણેય શખ્સે યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી
- યુવાને ગામના શખ્સને ફોન કરી મજૂરીએ આવવાનું કહેતા ત્રણ શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યો
ભાવનગર : ધોલેરા તાલુકાના ભાણવડ ગામે રહેતા યુવાને મજૂરીએ આવવાનું છે કે નહિ તે શખ્સને ફોન દ્વારા પૂછતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સે લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધોલેરા તાલુકાના ભાણવડ ગામે રહેતા મહેશભાઈ રમેશભાઈ ઢાઢોદરા પોતાનું મોટરસાયકલ ભાણગઢથી મીંગલપુર જતાં હતા ત્યારે મીંગલપુર ગામ નજીક રસ્તા પર ઊભા હતા.તેવામાં ભાણગઢ ગામના જગદીશ ઉર્ફે જીગરભાઈ વાધેલાને ફોન કરીને કહેલ કે તારે મજૂરીએ આવવાનું છે.કે નહિ તેમ કહી મહેશભાઈએ ફોન મૂકી દીધો હતો.ત્યારબાદ સાંજના આશરે સાતેક વાગયાના સુમારે ત્યા જગદીશ ઉર્ફે જીગર પ્રવિણભાઇ વાધેલા, કાનજી મફાભાઈ ઢાઢોદરા,જગદીશ મફાભાઇ ઢાઢોદરા લોખંડના પાઇપ અને લાકડી સાથે ધસી આવ્યા હતા.અને જગદીશ ઉર્ફે જીગર વાધેલા કહેવા લાગેલ કે તારી સાથે મારે મજુરી એ નથી આવુ તેમ કહીને બોલાચાલી કરી ગાળો આપી હતી.જગદીશ વાધેલાએ લાકડીનો એક ધા જમણા પગના સાથળના ભાગે મારેલ અને તેને બીજો લાકડીનો ધા ડાબા પગના સાથળ ના ભાગે ઝીંકી દીધી હતો. અને કાનજી ઢાઢોદરાએ લોખંડની પાઈપનો એક ધા જમણા પગના સાથળ ઉપર ઝીંકી દેતા મહેશભાઈ રોડ ઉપર પડી જતા જગદીશ,કાનજી,જગદીશએ ગદાપાડુનો મુઢ મારી ત્રણેયએ જતા જતા કહેતા હતા કે આજેતો તુ બચી ગયો છુ પરંતુ હવે પછી જો તુ અમારી સામુ મળીશ તો અમે તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારબાદ મહેશભાઈ ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે મહેશભાઈએ ધોલેરા પોલીસ મથકમાં ત્રણ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.