જામનગરમાં વાહન પાર્ક કરવાના મુદ્દે કુરિયર બોય પર 3 શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતા અને ટાઉનહોલ નજીક મહાવીર કુરિયર સર્વિસ નામના કુરિયરના વ્યવસાય સાથે સંકળાયેલા સદ્દામ હુસેન હબીબભાઈએ પોતાના ઉપર હુમલો કરવા અંગે અલ્તાફ મેમણ, મોહમ્મદ મેંમણ અને નવાઝ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓની ટાઉનહોલ નજીક શાહીબા ડ્રેસીસ નામની દુકાન આવેલી છે. તેની નજીકમાં ફરિયાદી યુવાને પોતાનું બાઈક પાર્ક કર્યું હતું જે વાહન પાર્ક કરવાના મુદ્દે ત્રણેય આરોપીઓએ તકરાર કરી હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે ત્રણેય આરોપીઓ ભાગી છુટ્યા જગ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.