Get The App

3 વેપારીના રૂા. 62 લાખના હીરા લઈ કારખાનેદાર પરિવાર સાથે રફૂચક્કર

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
3 વેપારીના રૂા. 62 લાખના હીરા લઈ કારખાનેદાર પરિવાર સાથે રફૂચક્કર 1 - image


- ચોમેર મંદીના માહોલ વચ્ચે નામી કારખાનેદારે ઠગાઈ આચરી 

- સારા વળતરની લાલચ આપી કારખાનેદારે ઉધાર માલ મેળવ્યો, બાદમાં ઓફિસ,કારખાનું અને ઘર બંધ કરી પોબારા ભણી ગયો : કારખાને દાર વિરૂદ્ધ ઠગાઈની બે  ફરિયાદ નોંધાઈ 

ભાવનગર : હીરાબજારમાં ચોમેર મંદીના માહોલ વચ્ચે શહેરના બોરતળાવમાં હીરાનું કારખાનું ચલાવતાં નામી કારખાનેદારે અલગ-અલગ ત્રણ વેપારી પાસેથી રૂા.૬૨.૭૮ લાખના હીરા લઈ નાણાં ન ચૂકવી પોતાની ઓફિસ,કારખાનું અને ઘર બંધ હવામાં ઓગળી ગયો હતો. જો કે, ભારે શોધખોળ બાદ પણ કારખાનેદાર ન મળી આવતાં હીરા આપનાર વેપારીઆએ કારખાનેદાર વિરૂદ્ધ છેતરપિંડી આચર્યાની બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, આ બનાવના પગલે હીરાબજારમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.  

 ભાવનગરમાં હીરાના વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદિન વધુ રહ્યું છે.હીરા ખરીદી રૂપિયા નહિ આપી છેતરપિંડી આચરવા જેવા બનાવો હીરા બજારમાં છશ વારે સામે આવી રહ્યા છે.ત્યારે વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે.જેમાં શહેરના જવેલ્સ સર્કલની બાજૂમાં આરટીઓ રોડ પર આવેલ શિવમ નગરમાં રહેતા અને આરટીઓ સામે હીરાની ઓફિસ તેમજ બોરતળાવ રોડ પર હીરાનું કારખાનું ધરાવતા લલિતભાઈ છગનભાઈ વઘાસિયાને બે અઢી વર્ષથી શહેરના બોરતળાવ રોડ આવેલાં તેમના કારખાની સામે હીરાનું કારખાનું ધરાવતા રમેશ વલ્લભ પટેલ ઉર્ફે આર.વી. (રહે. શિવશક્તિ રેસીડેન્સી, પ્રેસ ક્વાર્ટર બાજુમાં, ચિત્રા,ભાવનગર) સાથે હીરાની લેતીદેતી થતી હતી. બન્ને કારખાનેદારો એકબીજાને વર્ક ઓર્ડર ઉપર કામ કરી આપતા હતા, તેમજ રમેશ પટેલ માલ ખરીદી  વેચાણ પણ કરી સમયસર નાણાં ચૂકવી આપતા લલિતભાઈને તેમના પર ધંધાકીય ભરોસો વધ્યો હતો. દરમિયાનમાં . રમેશ પટેલ લલિતભાઈને ઉધાર માલ પર સારી કિંમત અને વળતર આપવાની લાલચ આપતાં તે લાલચમાં આવી ગયા હતા, તેવામાં ગત તા.૨૭ના રોજ રમેશ પટેલે ફોન કરીને પોતાને દિલ્હી માલ મોકલવાનું જણાવી લિલતભાઈ પાસેથી રૂા.૧૨,૮૬,૨૨૬ની કિંમતના ૧૦૨.૪૮  કેરેટ હીરા, તેમજ  રૂા.૨,૩૪,૪૫૦ની કિંમતના ૧૫.૬૩  કેરેટ હીરા લીધા હતા અને માલ વેચાય ત્યારે નાણાં આપવાની શરત રાખી હતી. જેમાં લલિતભાઈ સહમત થયા હતા. એ જ રીતે ગત તા.૪ના રોજ આ જ શખ્સે લલિતભાઈને ફોન કરી  રૂા.૨૬,૨૬,૩૫૨ની કિંમતના ૨૦૬.૮૦ કેરેટ હીરા લીધા હતા.  આમ અલગ અલગ બે દિવસે  રમેશે લલિતભાઈ પાસેથી  રૂા.૪૧,૪૭,૦૨૮ની કિંમતનો   કુલ ૩૨૪.૯૧ કેરેટ માલ લીધો હતો. જો કે, આજ તારીખ બાદ રમેશ અને તેનો સ્ટાફ તેના કારખાને  હાજર ન જણાતાં લિલતભાઈએ રમેશનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, ફોન બંધ આવતાં ઘરે તપાસ કરી હતી. જયાં તે શખ્સ ઘરનો સામા ફરી  અજાણ્યા સ્થલે ચાલ્યો ગયો હોવાનુ જાણવા મળતાં લલિતભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને પોતાની સાથે ઠગાઈ થયાનું જણાતાં તેમણે આજરોજ હીરાના કારખાનેદાર રમેશ વલ્લભભાઈ પટેલ ઉર્ફે આર.વી. પટેલ વિરૂદ્ધ  બોરતળાવ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

તદ્દ ઉપરાંત, રમેશ વલ્લભ વૈષ્ણવ (પટેલ) નામના આ જ શખ્સે હીરાના અન્ય બે વેપારીઓ શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડા અને ભીખાભાઈ મોણપરા પાસેથી પણ ગત તા.૦૪ ના રોજ રાજકોટ થી એક પાર્ટી હીરાની ખરીદી માટે આવી હોવાનું જણાવી શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડા પાસેથી રૂા.૧૦,૩૦,૯૦૫  ની કિંમતના  ૩૬.૯૫ કેરેટ હીરા અને ભીખાભાઈ મોણપરા પાસેથી રૂા. રૂ. ૧૧,૦૦,૪૦૦  કિંમતના ૪૫.૮૫ કેરેટ હીરાનું પેકેટ મળી કુલ રૂા.૨૧,૩૧,૩૦૫ના હીરા મેળવી લીધા હતા અને બાદમાં તેના નાણાં ન ચૂકવી પોતાની ઓફિસ,કારખાનું અને ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડાએ રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ(પટેલ) વિરૂદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં  રૂા.૨૧.૩૧ લાખના હીરા લઈ નાણાં  કે હીરા ન આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોઁધાવી હતી. પોલીસ તપાસમાં બન્ને ઘટનામાં ઠગાઈ આચરનાર શખ્સ એક હોવાનું ખુલ્યું હતું. 

કારખાનેદારે અન્ય 4 વેપારી સાથે  પણ ઠગાઈ આચરી : ડાયમંડ એસો. પ્રમુખ 

હીરાના ત્રણ વેપારીઓ પાસેથી ઉઘારમાં હીરા લઈ નાણાં કે હીરા પરત ન આપી પરિવાર સાથે રફૂચક્કર થઈ નાર રમેશ વલ્લભ ઉર્ફે આર.વી. પટેલ અને રમેશ વલ્લભ વૈષ્ણવ એક જ શખ્સ  હોવાનું ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ જણાવ્યું હતું. આ જ શખ્સે અગાઉ અન્ય ચારેક વેપારીઓ પાસેથી પણ રૂા. ૬૦ લાખની કિંમતના હીરા મેળવી છેતરપિંડી આચર્યાનું તેમણે વિગત આપતાં જણાવ્યું હતું. આ મામલે  શખ્સ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું તેમણે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું. 


Google NewsGoogle News