Get The App

પેટલાદના 3 અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા

Updated: Mar 31st, 2025


Google News
Google News
પેટલાદના 3 અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા 1 - image


- આણંદ જિલ્લા પોલીસની બુટલેગર વિરૂદ્ધ કાર્યવાહી

- જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમ બાદ પાલારા- ભૂજ અને લાજપોર- સુરતની જેલમાં મોકલાયા

આણંદ : અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા આણંદ જિલ્લા પોલીસે પેટલાદના ત્રણ બુટલેગરોને પાસા હેઠળ પાલારા- ભૂજની અને લાજપોર- સુરતની જેલમાં ધકેલી દીધા છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા પોલીસ વિભાગને સૂચનાઓ અપાઈ હતી. જે અંતર્ગત આણંદ જિલ્લા પોલીસે દારૂના ગુનામાં પકડાયેલા ત્રણ શખ્સો વિરૂદ્ધમાં પ્રોહિ. બુટલેગર્સ તરીકે પાસા હેઠળ અટકાયત કરવાની દરખાસ્ત મોકલ્યા બાદ આણંદના જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમ કર્યો હતો. ત્યારે આણંદ એલસીબીએ મોઈનુદ્દીન ઉર્ફે બાટલો મહંમદ ફારૂક કાજી રહે. પેટલાદવાળા અને સાજીદખાન ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ રહે. પેટલાદવાળા બંનેને પકડી પાડયા બાદ પેટલાદ ટાઉન પોલીસને સોંપાયા હતા. પેટલાદ ટાઉન પોલીસે બંનેને અનુક્રમે પાલારા ખાસ જેલ- ભૂજ અને લાજપોર જેલ સુરત મોકલી આપ્યા છે. 

પેટલાદ શહેર પોલીસે તોસીફહુસેન ઉર્ફે રાજુ અનવરમિયા મલેક રહે. પેટલાદવાળાની અટકાય કરી પાસા હેઠળ પાલારા જેલ- ભુજ મોકલી આપ્યો છે.

Tags :