વડોદરામાં પ્રોહિબિશન અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પાસા
Vadodara : પ્રોહીબીશન તથા વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરાઈ હતી. જેમાંથી બેને સુરત જ્યારે એકને ભાવનગર મધ્યસ્થ જેલમા મોકલી આપવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાંથી શરીર સબંધી, મિલ્કત સબંધી, સાયબર ઓફેન્ડર, નાણા ધીરધાર, ટાફીક ઇમોરલ, આર્મ્સ એકટ, જાતીય સતામણી તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઇ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા અરોપીઓની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનીટરીંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલલા ગુનેગારોની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતી અને ભાઇચારો જળવાઇ રહે તે હેતુથી તથા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમ્યાન પણ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે આવા આરોપીઓ પર પાસા અને તડીપારનો કોરડો વિઝવામાં આવી રહ્યો છે. આવા આરોપીઓને પાસા તેમજ ફદપારી (તડીપાર) હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી. પીસીબી દ્વારા ચોરી અને પ્રોવિસનના ગુનામાં વારંવાર સંડોવાતા ત્રણ આરોપી મુકેશ ઉર્ફે મુકુ નારાયણદાસ માખીજાની, વિજય રણજીત પઢીયાર તથા આરીફ અકબર મેઉની પાસા હેઠળ અટકાયત કરીને બેને સુરત અને એકને ભાવનગરની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.