ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનાર કેબલ ઓપરેટરને 3.74 લાખ પરત મળ્યા

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનાર કેબલ ઓપરેટરને 3.74 લાખ પરત મળ્યા 1 - image


Image Source: Freepik

- તમારા ઈન્સોરન્સમાં  ફસાયેલા  રૂપિયા  કઢાવી આપીશ  તેવી લાલચ આપી હતી

વડોદરા, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર

ઈન્સ્યોરન્સના ફસાયેલા રૂપિયા પરત અપાવવાનું કહીને છેતરપિંડી કરનાર ભેજાબાજના એકાઉન્ટ સાયબર સેલની ટીમે ફ્રિઝ કરી  દીધા હતા. તે એકાઉન્ટમાં જમા રૂપિયા ફરિયાદીને પરત મળ્યા હતા.

ઘડિયાળી  પોળમાં રહેતા કેબલ ઓપરેટર રાજેશભાઇ શાહે સાયબર સેલમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે,  પાંચ મહિના પહેલા મારા મોબાઇલ પર એક નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ મને  કહ્યું હતું કે, હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું. તમારા રૂપિયા ઘણા સમયથી ઇન્સ્યોરન્સમાં ફસાયેલા છે. જે હું  કઢાવી આપું. તેણે મને પૈસા અપાવવાની લાલચ આપી પોતાનું નામ આશિષ જણાવ્યું હતું.તેણે કહ્યું હતું કે,તમારા 45 લાખ છે.તે રકમ મેળવવા માટે અમે કહીએ તેટલા પૈસા ભરવા પડશે. તેણે મને બે એકાઉન્ટ નંબર આપતા મેં તેમાં કુલ  રૂપિયા 5.86 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તા.26મી  જુલાઇએ તેણે ફોન કરીને કહ્યું હતું કે, આઠ દિવસમાં તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઇ જશે. પરંતુ,  રૂપિયા જમા નહીં થતા મેં આશિષકુમારને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો.

આ ફરિયાદ અંગે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અને જે એકાઉન્ટમાં  રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા. જેમાં 3.74 લાખ હતા. તે  રકમ મેળવવા માટે ફરિયાદી રાજેશભાઇએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તે રકમ ફરિયાદીને કેટલીક શરતોને આધિન રહી પરત આપવાનો હુકમ કર્યો છે.


Google NewsGoogle News