ગોંડલમાં લોન આપવાનાં બહાને ૩.૫૮ લાખ ઓનલાઈન તફડાવ્યા
ગુંદાસરા ગામનો યુવાન ચીટર ગેંગનો શિકાર બન્યો
બજાજ ફાયનાન્સના મેનેજર તરીકે ફોન કરનાર શખ્સે રૃા. ૫ લાખની લોન માટે ડોક્યુમેન્ટ મેળવ્યા બાદ અલગ - અલગ ચાર્જનાં નામે રૃપિયા પડાવ્યા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાનાં ગુંદાસરામાં
રહેતા અને સડક પિપળીયામાં આવેલ રવિ ટેકનોફોર્જ કંપનીમાં કામ કરતા જયેશભાઇ
ગોવીંદભાઇ રાઠોડને પિતાની સારવાર અર્થે પૈસાની જરૃરિયાત હતી. તેવા સમયે તેમને એક ફોન આવ્યો. ફોન પર એક
શખ્સે હિન્દી ભાષામાં બજાજ ફાઇન્સ કંપનીના
મેનેજર પ્રિયમ ઝા તરીકેની ઓળખ આપી ફરીયાદીને રૃપિયા ૫ લાખની લોન આપવાની વાતચીત કરી
હતી. રૃપિયાની જરૃરિયાત હોવાથી તેમણે લોન લેવાની હા પાડતા લોન મંજુર કરાવવા
માટે આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝના
ફોટા તથા પાસબુકની નકલો ઓનલાઇન મંગાવી હતી.
બાદમાં અલગ અલગ તારીખ સમયે કોઇને કોઇ ફી ટીડીએસ ચાર્જ તેમજ
ટેક્ષ રૃપે કોઇને કોઇ ચાર્જ લગાડી કુલ મળી રૃપિયા ૩,૫૮,૯૪૮/-
ઓનલાઇન પડાવી લીધા હતા. પાંચ લાખની લોનની આશાએ
મિત્ર પાસેથી પૈસા લઇ ગુગલ પે
દ્વારા પ્રિયમ ઝા ને ભરી આપ્યા હતા.
લાખો રૃપિયા પડાવી લેવા છતાં લોન ના મળતા ફરિયાદીના ભાઈ દિપકભાઈને શંકા જતા તેમણે
ફોન પર પ્રિયમ ઝા સાથે વાત કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો. જેથી છેતરપીંડી થયાનું
જણાતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા
પોલીસે ઇન્ફોર્મશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.