૧૦ તોલાનું સોનાનું બિસ્કીટ ૭ લાખમાં મળશે કહી ૩.૫૦ લાખની છેતરપિંડી
પોરબંદરના લેબોરેટરી સંચાલકને લાલચ આપી ઘૂંબો માર્યો
ભુજના બે શખ્સો સામે ફરિયાદઃ આંગડીયા મારફતે પૈસા મોકલ્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું
પોરબંદરના પાંજરાપોળ પાસે સંજીવની નામની લેબોરેટરી ચલાવતા
જિજ્ઞોશ પ્રવીણચંદ્ર ઘેટીયા નામના ૪૩ વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં એવી
પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને સોનાનું બિસ્કીટ રોકાણ માટે ખરીદવુ હોવાથી
ગુગલમાં ઓનલાઇન ભાવ અને ઇમ્પોર્ટ -એકસપોર્ટ વિશે તપાસ કરી હતી અને ભાવ વધઘટની
માહિતી માટે એક પોર્ટલ પર જઇને પોતાનુ નામ અને મોબાઇલ નંબર સહિત વિગતો ભરી
હતી.તેને અજાણ્યા નંબર પરથી એક મેસેજ અને ત્યારબાદ વોટસએપ પરથી એક કોલ આવ્યો હતો
જેમાં પોતે બુલીયન સેલર પ્રિન્સ તરીકેની ઓળખાણ આપી પોતે ગોલ્ડના હોલસેલર છે તેવુ
કહયુ હતુ. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતા ગોલ્ડમાં રોકાણ કરવાનું સમજાવ્યુ હતુ.
અને ભૂજની ઓફિસ ખાતે રૃબરૃ મળી જવા જણાવ્યુ હતુ.
ફરીયાદી જિજ્ઞોશ ઘેટીયા ભૂજ ગયો હતો અને ભૂજના ત્રિમંદિર
ખાતે તેનો પ્રિન્સનો માણસ લેવા આવશે તેમ જણાવ્યુ હતુ અને પ્રિન્સ બહાર હોવાથી તેના
બોસ કાનજીભાઇને મળી લેજો તેમ વાત થઇ હતી. આથી થોડા સમય બાદ કોઇ વ્યક્તિ ત્રિમંદિર
ખાતે જિજ્ઞોશને લેવા આવ્યો હતો અને સોસાયટીમાં એક ઘરે લઇ ગયો હતો જ્યાં એક વ્યક્તિ
હાજર હતી જેણે પોતાની ઓળખ કાનજીભાઇ તરીકે આપી હતી અને પ્રિન્સ સાથે થયેલી વાત મુજબ
સોનાનુ બિસ્કીટ બતાવ્યુ બિસ્કીટ જોયા બાદ જિજ્ઞોશને બસડેપો ખાતે ઉતારી દેવામાં
આવ્યો હતો.
બીજા દિવસે કાનજીભાઇએ જિજ્ઞોશને ફોન કરીને એવુ જણાવ્યુ હતુ
કે રાજકોટ ડીલેવરી માટે તેમનો માણસ ગયો છે અને જો દસ તોલાનું સોનાનુ બિસ્કીટ
ખરીદવુ હોય તો અત્યારે સાત લાખમાં મળશે જેમાં તમારે ૫૦% રકમ એટલે કે સાડા ત્રણ લાખ
રૃપિયા એડવાન્સમાં આંગડીયા મારફતે મોકલવા પડશે. તમે આ રકમ મોકલી આપો એટલે તમારુ બુકીંગ કન્ફર્મ કરીને સાંજ
સુધીમાં ડીલેવરી કરી આપુ અને જે માણસ તમારે ત્યાં સોનાનુ બિસ્કીટ લઇને આવે તેની
પાસેથી બિસ્કીટ મેળવી લીધા પછી બાકીની ૫૦% રકમ આપવાની થશે તેમ જણાવ્યુ હતુ.
કાનજીભાઇએ કહ્યા મુજબ બસસ્ટેશન રોડ પર આવેલ પી.એમ. આંગડીયા
ખાતે જઇને સાડા ત્રણ લાખ રૃા. આપ્યા હતા અને કાનજીભાઇના કહેવા મુજબ પૈસા
સ્વીકારનાર તરીકે આરિફભાઇ નામ લખવાનું કહેતા આરિફભાઇના નામે સાડાત્રણ લાખ રૃપિયા
મોકલી બિસ્કીટનો સોદો કર્યો હતો. ત્યારબાદ સાંજ સુધીમાં બિસ્કીટ આવ્યુ ન હતુ. આથી
વારંવાર જિજ્ઞોશે પ્રિન્સ અને કાનજીભાઇને ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હતા. અને
ત્યારબાદ બંનેએ પોતાના ફોન બંધ કરી દીધા હતા તેથી કમલાબાગ પોલીસમથકમાં પ્રિન્સ
નામનો વ્યક્તિ કે જેના સાચા નામની ખબર નથી તથા તેનો બોસ કાનજીભાઇ તથા આરિફભાઇ બંને
ભૂજ રહે છે. તેઓએ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યા હોવાથી ગુન્હો દાખલ થયો છે.