Get The App

સુરતની 16 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં પડેલા 29.53 લાખ મતો ડિલીટ કરી રીસેટીંગ

લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૃ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સુરતની 16 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં પડેલા 29.53 લાખ મતો ડિલીટ કરી રીસેટીંગ 1 - image



- કંપનીના એન્જિનિયરો અને વિધાનસભાની ચૂંટણી અધિકારી દ્વારા તમામ EVMની ચકાસણી કર્યા બાદ ફરી ઉપયોગમાં લેવાશે

        સુરત

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૃપે આજથી સુરત ખાતેના વેરહાઉસમાં ઇલેકટ્રોનિક વોટીંગ મશીન ( ઇવીએમ ) ની ચકાસણીની કામગીરીનો આરંભ થતા વિધાનસભાની ચૂંટણીમાં જે ૨૯.૫૩ લાખ મતો પડયા હતા. તે મતોને ડીલીટ કરવાની અને લોકસભાની ચૂંટણી માટે ઇવીએમ રીસેટ કરવાનો ધમધમાટ શરૃ થઇ ચૂકયો છે.

આગામી-૨૦૨૪ માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૃ થઇ ચૂકી છે. આજથી અલથાણ ખાતેના વેરહાઉસમાં સંગ્રહાયેલા બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ મળીને ૨૩૦૦૦ નુ ફસ્ટ લેવલનું ચેંકિગ શરૃ થઇ ચૂકયુ છે. આ તમામ ઇવીએમ બેલ કંપનીના છે. અને આ કંપનીના એન્જીનીયરો દ્વારા ચકાસણી ચાલી રહી છે. આ અંગે ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડના જણાવ્યા મુજબ બેલ કંપની દ્વારા ચકાસણી દરમ્યાન વિધાનસભાની ચૂંટણીમાં જે લેબલો લાગ્યા હતા. તે તમામ દૂર કરાશે. સાથે જ જે આ ઇવીએમમાંથી શોર્ટીંગ થશે. જે ઉપયોગ લાયક છે. તે અલગ અને જે ખરાબ છે. તે અલગ રાખવામાં આવશે. અને ટેસ્ટીંગ કર્યા બાદ જ ઓકે જણાશે તો તેના પર લીલા કલરનું સ્ટીકર મારવામાં આવશે. અને આ સ્ટીકર પર જે તે વિધાનસભાની ચૂંટણી અધિકારી અને બેલ કંપનીના એન્જીનીયરોની સહી કર્યા પછી જ લોકસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવશે.

આ તમામ ઇવીએમ ગત ડિસેમ્બર-૨૦૨૨ જે ૧૬ વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. તે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હોવાથી આ તમામ ઇવીએમમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન જે ૨૯.૫૩ લાખ મતો પડયા હતા. તે ડીલીટ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમ્યાન એક પણ કોર્ટ કેસ થયા ના હોવાથી તમામ ઇવીએમ રીસેટ કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણી માટે ફાઇનલ કરતા પહેલા મતો નાંખીને ચેક કરવામાં આવશે

લોકસભાની ચૂંટણી પહેલા ફસ્ટ લેવલનું આજથી ચેંકિગ શરૃ કરાયુ છે. તે ચેંકિગમાં જે ઇવીએમને ફાઇનલ કરતા પહેલા બેલેટ યુનિટમાં ઉમેદવારોના ૧૫ અને ૧૬ મુ ખાનું જે નોટાનું આવે છે. તે તમામ ૧૬ ખાનામાં ૬-૬ મળીને કુલ ૯૬ મતો નાંખીને ટેસ્ટીગ કરાશે. આ મતો નાંખ્યા બાદ કંટ્રોલ યુનિટમાં ચકાસણી કરવામાં આવશે. અને બરાબર મતો પડયા છે કે નથી ? તે ચેંકિગ કર્યા પછી જ ઓકે કરીને લોકસભાની ચૂંટણીમાં ફાઇનલ કરવામાં આવશે. આમ ચૂંટણી દરમ્યાન મતોને લઇને ગરબડ ગોટાળા થયાની ફરિયાદો ઉઠે તે પહેલા જ પાકા પાયે ચેંકિગ કરવામાં આવે છે. અને આ ઇવીએમ પર ફાઇનલ કરનાર ચૂંટણી અધિકારી અને બેલ કંપનીના એન્જીનીયરોની સહીઓ હશે. 


Google NewsGoogle News