Get The App

ખેલ મહાકુંભમાં વડોદરા શહેર જિલ્લામાંથી વિવિધ વયના 284798 ખેલાડીઓએ ઉમેદવારી નોંધાવી

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ખેલ મહાકુંભમાં વડોદરા શહેર જિલ્લામાંથી વિવિધ વયના 284798 ખેલાડીઓએ ઉમેદવારી નોંધાવી 1 - image


Vadodara : સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-3નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યભરમાંથી આશરે કુલ 71.31 લાખ જેટલા રમતવીરોએ વિવિધ રમતમાં પોતાના નામ નોંધાવ્યા છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાંથી વિવિધ વયજૂથના 2,84,798 ખેલાડીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વડોદરા શહેરમાં કુલ 131541 મહિલા અને પુરુષ ઉમેદવારોએ ટીમ અને વ્યક્તિગત રીતે ખેલ મહાકુંભની વેબસાઇટ પર અલગ-અલગ રમતમા પોતાના નામ નોંધાવ્યા છે. ટીમ ઇવેન્ટમાં 5653 પુરુષ અને 2735 સ્ત્રી તથા વ્યક્તિગત ઇવેન્ટમાં 81,950 પુરુષ અને 48,884 સ્ત્રી ઉમેદવારોએ અરજી કરેલ છે. જેમાંથી ઓપન એજ ગ્રુપમાં સૌથી વધુ અરજીઓ મળેલ છે. વડોદરા ગ્રામ્યમાં કુલ 1,53,257 મહિલા અને પુરુષ ઉમેદવારોએ ટીમ અને વ્યક્તિગત રીતે પોતાની સહભાગિતા દર્શાવી છે. જેમાં ટીમ ઇવેન્ટમાં 7312 પુરુષ અને 3564 સ્ત્રી તથા વ્યક્તિગત ઇવેન્ટમાં 1,01,310 પુરુષ અને 53,852 સ્ત્રી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલ છે. 

આ રમત સ્પર્ધા કુલ 7 વયજૂથમાં યોજાનાર છે. જેમાં વડોદરા શહેર જિલ્લાના અંડર-9 માં 12,102, અંડર-11 માં 17,055, અંડર-14માં 55,743, અંડર-17 માં 66,140, ઓપન એજ ગ્રુપમાં 1,49,477, અબોવ-40 માં 2,480 અને અબોવ-60 માં 1263 આમ કુલ 284798 રમતવીરોએ અરજી કરેલ છે.

 ખેલમહાકુંભમાં કુલ 39 જેટલી રમત સ્પર્ધાઓ યોજાનાર છે. આ સાથે રૂ.45 કરોડના ઇનામો જીતવા સહિત રમતવીરોને વિવિધ યોજનાઓના લાભ પણ મળશે. આ ઉપરાંત શારીરિક અથવા માનસિક દિવ્યાંગતા ધરાવતા રમતવીરો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News