VIDEO : વડનગરમાં 2800 વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા, 7 વર્ષથી ચાલતું હતું ખોદકામ
આ ખોદકામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરના નેતૃત્વમાં ચાલી રહ્યું હતું
old settlement found in Vadnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગર (Vadnagar)માં પુરાતત્વીય ખોદકામ દરમિયાન લગભગ 2800 વર્ષ જૂની માનવ વસાહત (evidence of a settlement)ના પુરાવા મળ્યા છે. આ ખોદકામ છેલ્લા 7 વર્ષથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરના નેતૃત્વમાં ચાલી રહ્યું હતું.
માનવ વસાહતના અવશેષો અંગે IIT ખડગપુરના પ્રોફેસરે કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2800 વર્ષ જૂની માનવ વસાહતના અવશેષો અંગે આઈઆઈટી ખડગપુરના જીઓલોજી અને જિયોફિઝિક્સ (Geology and Geophysics)ના પ્રોફેસર ડૉ. અનિંદ્ય સરકારે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) સાથે કામ કરી રહ્યા છીએ. આ ખોદકામની માહિતી આપતા ડૉ. અનિંદ્ય સરકારે આગળ જણાવ્યું હતું કે લગભગ 20 મીટરની ઉંડાઈ સુધી ખોદકામની કામગીરી થઈ ચુકી છે અને આ દરમિયાન સૌથી જૂની માનવ વસાહત 2800 વર્ષ અથવા 800 ઈ.સ. પૂર્વે (BC)ની છે.
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ખોદકામ ચાલી રહ્યું છે : મુકેશ ઠાકોર
આ માનવ વસાહતના અવશેષો અંગે પુરાતત્વ વિભાગના આર્કિયોલોજીકલ સર્વેયર મુકેશ ઠાકોર કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વડનગરમાં ખોદકામ ચાલી રહ્યું છે અને અહીંથી એક લાખથી વધું અવશેષો મળી આવ્યા છે.