Get The App

જિલ્લામાં એક વર્ષમાં૨૮ હજાર પ્રોપર્ટી કાર્ડ બન્યાં,ત્રણ લાખ માલિકોના બાકી

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
જિલ્લામાં એક વર્ષમાં૨૮ હજાર પ્રોપર્ટી કાર્ડ બન્યાં,ત્રણ લાખ માલિકોના બાકી 1 - image


ગાંધીનગર જિલ્લામાં ડ્રોનની મદદથી ગામોમાં મિલકતોનો સર્વે કરાયાં બાદ

રેકોર્ડ ઓફ રાઇટ સ્વામિત્વ યોજના થકી મિલકત સંબંધી કાયદાકીય કેસો ઘટશેઆર્થિક લાભ લેવા પણ મદદરૃપ થશે

ગાંધીનગર :  ગ્રામ્યવિસ્તારરમાં ડ્રોન ફ્લાઇટ ઉડાડીને મિલકતોનો સર્વે-માપણી કરી નકશા તૈયાર કરવા તથા તેના આધારે જે તે માલિકને તેની પ્રોપર્ર્ટીનું કાર્ડ આપવાની સામીત્વ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૮ હજાર માલિકોના પ્રોપર્ટી કાર્ડ બન્યા છે જ્યારે ત્રણ લાખ જેટલા હજુ બનાવવાના બાકી છે જે કામગીરી ચાલી રહી છે.લોન લેવા સહિતના પુરાવા તરીકે આ કાર્ડનો ઉપયોગ થઇ શકશે અને મિલકત સંબંધી કાયદાકીય તથા સામાજિક ઘર્ષણ પણ ઘટશે.

ગાંધીનગર જિલ્લામાં ત્રણ લાખ પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે અને વર્તમાન સમયમાં ૨૮ હજાર જેટલા કાર્ડ અપાય ચૂક્યા છે. માણસા ખાતે આ પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્ડ જમીન અને મકાનના સાચા માલિકને તેનો હક્ક પારદર્શી રીતે પૂરો પાડે છે. મિલકતને લઈને કુટુંબમાં વાદ-વિવાદ થતા હતાં, તેનું નિરાકરણ આ કાર્ડને કારણે કાયમી ધોરણે આવશે.

 ગરીબોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા સ્વામિત્વ યોજનાની શરૃઆત કરી હતી. આ યોજનાથી ગ્રામીણ કક્ષાએ સર્વગ્રાહી વિકાસ થશે, મિલકતની માપણી સરળતાથી કરી શકાશે, તેમ જ માલિકને 'રેકોર્ડ ઓફ રાઇટ' ઉપલબ્ધ થશે. આ કાર્ડને કારણે ચોક્કસ રેકોર્ડ ઉભો થશે, કાયદાકીય કેસ ઘટશે, ગ્રામ્યસ્તરે સારું આયોજન થઈ શકશે અને મહિલાઓને પણ માલિકી હક્કમાં હિસ્સેદારી મળશે.

ગાંધીનગર જિલ્લામાં એક વર્ષ દરમિયાન ૨૮ હજાર પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા છે અને આજે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું હાથોહાથ વિતરણ મહાનુભાવના હસ્તે પણ કરવામાં આવ્યું હતું. 

આગામી સમયમાં જિલ્લામાં ત્રણ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. જેમાં ૫૦ હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.


Google NewsGoogle News