Get The App

ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાના બહાને કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સાથે રૂ.28.71 લાખ પડાવ્યા

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાના બહાને કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સાથે રૂ.28.71 લાખ પડાવ્યા 1 - image


Vadodara Crypto Fraud : વડોદરા નજીક બિલ ગામ પાસે આવેલી સોસાયટીમાં રહેતા આધેડ પોર ખાતેની કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટને ક્રિપ્ટોમાં રોકાણ કરવાની લાલચ આપીને 28.71 લાખ પડાવ્યા હતા. આધેડનો વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં રૂપિયા 9.81 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના 18.90 લાખ અત્યાર સુધી પરત નહીં કરી તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હોય તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેર નજીક બિલ ગામ પાસે આવેલી હેપ્પી હોમ સોસાયટીમાં રહેતા સમીર અમૃતલાલ બેકરીવાલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હું પોર ખાતે આવેલ ADROID SERVICE નામની કંપનીમાં વાઇસ પ્રેસીડેંટ તરીકે નોકરી કરૂ છું. ગત બાર ફેબ્રુઆરીના રોજ હું મારા ઘરે હતો ત્યારે સામેથી મારા મોબાઈલ નંબરના વોટ્સએપ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો અને તેમા મને શેર માર્કેટ લગતી ટિપ્સ આપવામા આવતી હતી. આ નંબર સાથે સતત બે મહીના સુધી તેઓના ક્લાઈન્ટને થયેલ પ્રોફીટના ફોટા મોલતા હતા અને મને જણાવેલ કે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જાવ તમને ક્રીપ્ટોમાં ઓછું રોકાણ કરી સારો એવો નફો મળે તેવી ટીપ્સ આપવામાં આવશે. જેથી મેં તેઓને OK લખતા મને તેઓના વોટસઅપ ગ્રુપમાં ટ્રેડિંગ કરીને સારું વળતર કમાઈ શકશો તેવા મેસેજ કરી તે ગ્રુપમાં એડ કર્યો હતો. જેમાં અલગ-અલગ લોકો તેમને થયેલા પ્રોફીટના સ્ક્રિનશોર્ટ ગ્રુપમાં મુકતા હતા. અને મેં તેમા આશરે 13-14 દીવસ સુધી તેઓના મેસેજ અને પ્રોફીટના સ્ક્રીનશોટ જોતા મને લાગ્યુ કે તેઓના કહેવા મુજબ ટ્રેડીંગ કરાય. જેથી તેઓના ગ્રુપમાં મેસેજ કરેલ કે મારે ક્રિપ્ટોમાં ટ્રેડીંગ કરવું છે તેથી તેણે મને તેઓના વોટસએપ ઉપરથી તેઓની ટ્રેડીગ પ્લેટફોર્મ માટેની લિંક મોકલેલ હતી. લિંક ઓપન કરી રજીસ્ટ્રેશન કર્યા બાદ મને લોગીન અને પાસવર્ડ આપ્યા હતા અને કહ્યું હતું કે અમારા પ્લેટફોર્મ ઉપરથી ટ્રેડિંગ કરીને સારો પ્રોફીટ કરી શકો છો.

ઉપરાંત અમારા પ્લેટફોર્મ ઉપર જેમ-જેમ ટ્રેડીંગ કરતા જશો તેમ તેમ તમને પ્રોફીટ થતો રહેશે. ત્યારબાદ મેનેજર દ્વારા મને ટ્રેડીંગ પ્લેટફોર્મ Yotemov માં રૂપીયા ભરવા જણાવી અને તેઓના બેંક એકાઉન્ટ આપેલ હતા અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરાવતા મેં તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રેડિંગ કરવાના બહાને રૂ.28.71 લાખ ભરાવડાવ્યા હતા. મને વિશ્વાસમાં લેવા સારૂ મારા શરૂઆતમાં બેંક ખાતામાં રૂ.9.81 લાખ ઉપાડી આપ્યા હતા જ્યારે બાકી નિકળતા રૂ.18.90 લાખ પરત નહી કરી મારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે તેમની ફરિયાદના આધારે ભેજાબાજોની શોધખોળ હાથ હાથ ધરી છે.


Google NewsGoogle News