સૈયદપુરમાં પથ્થમારો-રાયોટીંગના ગુનામાં 27 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલાયા

કુલ 27 આરોપી પૈકી પથ્થરમારા માટે બહારથી આવેલા ચાર આરોપીના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંગાયા પણ કોર્ટે નકાર્યા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News

 

સૈયદપુરમાં પથ્થમારો-રાયોટીંગના ગુનામાં 27 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલાયા 1 - image

સુરત

કુલ 27 આરોપી પૈકી પથ્થરમારા માટે બહારથી આવેલા ચાર આરોપીના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંગાયા પણ કોર્ટે નકાર્યા

      

સૈયદપુરા વરીયાવી બજાર સ્થિત ગણેશ પંડાલમાં કાંકરીચાળો કરીને કોમી વાતાવરણ ડહોળવાના કારસા બાદ પથ્થરમારો કરી રાયોટીંગ તથા પોલીસ પર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ બદલ 200 થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં લાલગેટ પોલીસમાં નોંધાયેલી ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી.જે મુજબ સૈયદપુરા પોલીસ ચોકી પર પથ્થરમારો કરી રાયોટીંગ કરવાના ગુનામાં સીસીટીવી ફુટેજ તથા વાયરલ વીડીયોના આધારે કુલ 27 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી 23 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.જે 27આરોપીઓના રિમાન્ડની અવધિ આજે પુરી થતા ફરી કોર્ટમાં રજુ કરી 27 પૈકી આ ગુનામાં બહારથી આવેલા 4 આરોપીઓના વધુ પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.તપાસ અધિકારીએ 34 વર્ષીય આરોપી મોહમદ શાકીબ મોહમદ યુસુફ ગાડીવાલા(રે.બરાનપુરી ભાગળ બુંદેલાવાડ,ભાગળ)મૂળ યુપીના બિજનોર જિલ્લાના વતની 22 વર્ષીય આરોપી સોહેબ રઈશ હવેરી(રે.સાબરીનગર ઝુંપડપટ્ટી,ભરીમાતા રોડ,ફુલવાડી)મૂળ યુપીના લક્ષ્મીગંજના વતની 25 વર્ષીય ફીરોઝ  મુખત્યાર શાહ તથા 21 વર્ષીય અબ્દુલકરીમ રસીદ અહેમદ અંસારી(રે.રીવરવ્યૂ સોસાયટી,ભરીમાતા રોડ)ના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી હિતેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે  ઉપરોક્ત ચારેય આરોપીઓ અલગ અલગ વિસ્તારોમાંથી હાલના બનાવના સ્થળેથી દુર રહેતા હોવા છતાં ગુનાના સ્થળે મળી આવ્યા હતા.જેથી આરોપીઓની ગુના સ્થળે અને સમયે હાજરી  અંગે ઠોસ કારણો જણાવતા ન હોઈ તેમની શંકાસ્પદ ભૂમિકા તપાસવાની છે.ગુનાની તપાસ ચાલુ હોઈ આરોપીઓને સંબંધિત કોઈ સાક્ષી મળી આવે તે માટે વધુ રિમાન્ડની માંગ જરૃરી છે.આરોપીઓ ચાલાક હોઈ પોલીસ કસ્ટડીમાં સમય પસાર કરી ગેરમાર્ગે દોરવતા હોઈ ઉંડાણપુર્વક તપાસ કરવાની છે.આરોપીઓ બહારના વિસ્તારમાંથી આવ્યા હોઈ કોના કહેવાથી અને કોના દોરીસંચારથી આ ગુનાને અંજામ આપવા આવ્યા છે તેની તપાસ કરવાની છે.જેના વિરોધમાં આરોપીઓના બચાવપક્ષે હસમુખ લાલવાલા,જાવેદ મુલતાની,ઝેબા બાબુભાઈ પઠાણ વગેરેની દલીલોનો સંયુક્ત સુર એવો રહ્યો હતો કે આરોપીઓ પહેલાથી જ પોલીસને 48 કલાકથી વધુ સમયથી કસ્ટડીમાં છે.બે દિવસના રિમાન્ડ બાદ પણ પોલીસે માત્ર માંગવા ખાતર રિમાન્ડ માંગ્યા છે.આરોપીઓની પોલીસ કસ્ટડી વિના પણ તપાસ અટકી જાય તેવો ફરિયાદપક્ષનો કેસ નથી.જેને કોર્ટે માન્ય રાખી ચારેય આરોપીઓના ફર્ધર રિમાન્ડની માંગ નકારી તમામ 27 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

આરોપીઓની ગેરકાયદે કસ્ટડીના મુદ્દે તપાસ અધિકારીને શો કોઝ આપી ખુલાસો મંગાયો


આ કેસમાં કાયદાની સંઘર્ષમાં આવેલા છ કિશોરોએ ગણેશ પંડાલમાં કરેલા કાંકરીચાળાના બદલે તંગ બનેલી પરિસ્થિતિ બાદ સૈયદપુરા પોલીસ મથક પર હુલ્લડ મચાવવા પથ્થરમારો કરવા બદલ  27 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.અલબત્ત 27 પૈકી 23 આરોપીઓના રિમાન્ડની માંગ દરમિયાન આરોપીઓના બચાવપક્ષે જાવેદ મુલતાનીએ પોલીસે સમગ્ર બનાવ સંદર્ભે આરોપીઓની ગેરકાયદે કસ્ટડી અંગે કોર્ટમાં રજુઆત કરી હતી.જે અંગે તપાસ અધિકારીને જે તે સમયે કોર્ટે ખુલાસો કરવા નિર્દેશ આપ્યો હતો.અલબત્ત આરોપીઓના બે દિવસના રિમાન્ડ પુરા થયા બાદ 27 પૈકી ચાર આરોપીઓના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ દરમિયાન પણ તપાસ અધિકારીએ આરોપીઓ ની ધરપકડ અગાઉ 48 કલાકથી વધુ સમય ગેરકાયદે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતુ.જે અંગે તપાસ અધિકારીએ આજે પણ ખુલાશો ન કર્યો હોઈ કોર્ટે શો કોઝ નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે.


suratcourt

Google NewsGoogle News