Get The App

65 બેન્કોએ પાણીની જેમ 6.60 લાખ કરોડથી વધુની લોન આપી, હવે વસૂલી માટે 27406 કેસ કર્યા

લોન આપવામાં ગીરવે મુકાતી મિલકતોની કિંમત વધારે પડતી બતાવી દઇ લોન પધરાવી દેવામાં આવે છે

Updated: May 11th, 2024


Google NewsGoogle News
65 બેન્કોએ પાણીની જેમ 6.60 લાખ કરોડથી વધુની લોન આપી, હવે વસૂલી માટે 27406 કેસ કર્યા 1 - image


Bank Loan News | 31 માર્ચ 2024 સુધીમાં દેશની 65 જેટલી વિવિધ રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી, વિદેશી બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ દ્વારા અંદાજે રૂ.૬,૬૬,૪૬૬ કરોડની ડૂબી ગયેલી નોન પર્ફોર્મિંગ એસેટ્સ  (NPA) ની રકમ પરત મેળવવા માટે ૨૭,૪૦૬ કોર્ટ કેસ કર્યા છે.

વ્યાપાર ઉદ્યોગ માટે રાષ્ટ્રીયકૃત, ખાનગી, વિદેશની બેંકો તેમજ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ તેમના નક્કી કરેલા લક્ષ્યાંક પૂર્ણ કરવા કરોડો રૂપિયાની લોન આપી રહી છે. અનેક કિસ્સામાં લોન આપવામાં ગીરવે મૂકવામાં આવતી મિલકતોની કિંમત વધારે પડતી બતાવી દઇ લોન પધરાવી દેવામાં આવતી હોવાને કારણે લોનની વસૂલાતમાં બેંકોના સત્તાવાળાઓને મુશ્કેલી પડતી હોય છે. જેને કારણે બેન્કોના કરોડો રૂપિયા ડૂબી જતા હોય છે તેવા રૂપિયા બેંકને પરત મળી રહે તે માટે રિઝર્વ બેન્ક દ્વારા ખાસ નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

બેંક લોનની બાકી રકમની વસૂલાત માટે કોર્ટમાં કેસો પણ કરવામાં આવે છે. પણ કોર્ટમાં કેસો કર્યા બાદ તેની વસૂલાતના હુકમ માટે બેંકોને વર્ષો સુધી રાહ જોવી પડે છે જેથી અબજો ખરબોની રકમ સલવાઇ જાય છે અને તેને કારણે બેંકોના પણ ઉઠમણા થતા રહે છે.

દેશની ૬૫ જેટલી જુદી જુદી બેન્કો દ્વારા રૂ.૨૫ લાખથી એક કરોડ સુધીની અપાયેલી લોનની બાકી રકમની વસૂલાત માટે કોર્ટ કેસ કરવામાં આવ્યા હોય તેવા ૯,૬૨૪ કેસોની ૩૧ માર્ચ ૨૦૨૪ની પરિસ્થિતિએ કુલ રૂ.૨,૩૬,૭૦૩.૯૯ કરોડના દાવા કોર્ટમાં ચાલી રહ્યા છે. એજ પ્રમાણે એક કરોડથી વધુ રકમની આપવામાં આવેલી બાકી લોનની વસૂલાતના રૂ.૪,૩૯,૭૬૩.૩૭ કરોડ મેળવવા ૧૭,૭૮૨ કોર્ટ કેસો બેંકો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટસ દ્વારા કર્યા હોવાનું જાણવા મળે છે. દેશની ૨૫ સહકારી બેંકના ડૂબી ગયેલા રૂ.૪૦૭૧.૩૩ લાખની વસૂલાત માટે ૫૬૮ કેસ હાલ કોર્ટમાં ચાલુ છે.

દેશની ત્રણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ દ્વારા ૧૨૪૪૪.૬૩ લાખની વસૂલાત માટે ૧૭૧ કોર્ટ કેસ કર્યા છે. જ્યારે વિદેશની ૧૫ બેંકોએ રૂ.૧૦,૫૭૦.૧૮ લાખની બાકી વસૂલાત માટે ૬૬૫ કોર્ટ કેસ કર્યા છે. એ જ પ્રમાણે દેશની ચાર રાષ્ટ્રીય કૃત બેંક અને તેની એસોસિએટ બેન્ક દ્વારા ૧૧,૧૩૬ કોર્ટ કેસો કરી રૂ.૩,૦૫,૮૭૮.૮૨ લાખની બાકી વસૂલાતની રકમ પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે. દેશની ૧૪ ખાનગી બેંકોએ બાકી લોનની રૂ.૧,૦૬,૬૬૩.૨૪ લાખની બાકી વસૂલાતની કામગીરી માટે ૫,૧૯૪ કોર્ટ કેસ કર્યા છે.

બેંકનું નામ

કોર્ટ કેસની સંખ્યા

બાકી વસુલાતની રકમ(લાખમાં)

 

એએસઆરઈસી (ઈન્ડિયા) લી.

૩૫૧૪.૦૦

 

એસ્સેટ રિકન્સ્ટ્રક્શન કં. ઈન્ડિયા લી.

૧૭

૪૨૮૬૦.૧૫

 

જે.સી. ફ્લાવર એસ્સેટ રીકન્સ્ટ્રક્શન પી.લી.

૧૮

૩૧૮૩૭૦.૫૬

 

રિલાયન્સ એસ્સેટ રિકન્સ્ટ્રક્શન કં.લી.

૩૭૭૩૨.૧૮

 

કો-ઓપરેટીવ બેન્કો

-

-

 

અભ્યુદયા કો.ઓ.બેન્ક

૧૦૦

૧૨૬૩૧૭.૧૧

 

અમનાથ કો.ઓ.બેન્ક

૨૧

૫૧૭૪.૧૨

 

અપના સહકારી બેન્ક

૨૨

૧૬૮૮૫.૨૪

 

બેસ્સીન કેથોલીક કો.ઓ.બેન્ક

૭૬

૪૯૫૨૬.૪૮

 

ભારત કો-ઓ.બેન્ક, મુંબઈ

૧૫

૧૩૯૬૦.૦૩

 

બોમ્બે મર્કન્ટાઈલ કો.ઓ.બેન્ક

૪૨

૧૦૩૪૮.૭૯

 

સીટીઝન ક્રેડીટ કો.ઓ. બેન્ક

૧૦૩૫૨.૧૪

 

ડોમ્બીવલીનગરી સહકારી બેન્ક

૧૨૬૦.૪૩

 

જી.એસ. મહાનગર કો.ઓ.બેન્ક

૪૧

૨૧૦૩૭.૭૨

 

જનલક્ષ્મી કો.ઓ.બેન્ક

૧૮

૩૫૭૧.૨૧

 

નાગપુર નાગરિક સહકારી બેન્ક

૨૪

૫૬૩૫.૯૩

 

એન.કે.જી.એસ.બી. કો.ઓ.બેન્ક

૩૩

૪૪૦૬૬.૮૨

 

રાજારામબાપુ સહકારી બેન્ક

૧૯

૭૪૫૮.૨૭

 

રાજકોટ નાગરિક સહકારી બેન્ક

૩૦

૨૭૩૪૮.૨૬

 

સાંગલી અર્બન કો.ઓ.બેન્ક

૫૦

૪૨૫૩.૮૧

 

સારસ્વત કો.ઓ.બેન્ક

૫૦

૪૮૪૭૦.૦૩

 

શિક્ષક સહકારી બેન્ક

૧૬૩૩૦.૪૪

 

સુરત પીપલ્સ કો.ઓ.બેન્ક

૧૨

૪૭૫૧.૯૩

 

અમદાવાદ મર્કન્ટાઈ કો.ઓ.બેન્ક

૯૩૪.૮૭

 

ગોવા અર્બન કો.ઓ.બેન્ક

૨૦

૬૧૩૯.૬૯

 

કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેન્ક

૨૬૬૬.૦૯

 

કલ્યાણ જનતા સહકારી બેન્ક

૧૫

૧૦૦૬૪.૦૦

 

કરાડ અર્બન કો.ઓ.બેન્ક

૩૨૮.૪૩

 

એસવીસી કો.ઓ.બેન્ક

૨૧

૪૨૯૬૮.૫૨

 

વસઈ વિકાસ સહકારી બેન્ક

૨૦

૭૨૪૦.૨૪

 

ન્યુ ઈન્ડિયા કો.ઓ.બેન્ક

૧૨

૧૮૪૧.૭૫

 

અકોલા જનતા કોમર્શિયલ કો.ઓ.બેન્ક

૩૩૯.૯૫

 

ટીજેએસબી સહકારી બેન્ક

૪૩૧.૬૫

 

ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટયુશન

-

-

 

એક્સપોર્ટ-ઈનપોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા

૮૪

૧૫૩૨૪૨૭.૦૯

 

નેશનલ હાઉસીંગ બેન્ક

૨૩૩.૮૫

 

એસઆઈડીબીઆઈ

૧૨૬

૮૨૦૯૬.૬૧

 

વિદેશી બેન્કો

-

-

 

બાર્કલેસ બેન્ક

૨૩

૧૨૭૦૭૫.૫૦

 

સીટી બેન્ક

૧૪

૧૨૮૫૩૭.૨૮

 

ક્રેડિટ એગ્રિકોલ કોર્પોરેટ એન્ડ ઈન્વેસ્ટ બેન્ક

૧૭

૭૨૭૯.૨૦

 

સીટીબીસી બેન્ક કો. લી.

૫૬૪૯.૦૫

 

અમેરિકન એક્સપ્રેસ બેન્ક

૧૭

૧૬૪૫.૬૧

 

ડીબીએસ બેન્ક ઈન્ડિયા લી.

૯૯

૧૮૮૨૮૩.૦૦

 

ડોઈશ બેન્ક

૧૭૫

૯૧૦૬૧.૧૪

 

દોહા બેન્ક

૧૫

૨૧૫૮૧.૪૨

 

કેઈબી હાના બેન્ક

૭૨૫૦.૦૦

 

માશરેક્યુ બેન્ક

૨૨૯૭.૦૦

 

નેટવેસ્ટ માર્કેટ્સ

૧૦૯૧૭.૩૪

 

પીટી બેન્ક મે બેન્ક ઈન્ડોનેસીયા બેન્ક

૧૭૭૮.૦૦

 

એસબીઈઆર બેન્ક

૭૧૮૮.૪૪

 

એસબીએમ બેન્ક ઈન્ડિયા

૧૫

૪૨૧૨૦.૯૭

 

સ્ટાર્ડડ ચાર્ટર્ડ બેન્ક

૬૪૬

૫૬૮૦૮૬.૮૧

 

બેન્ક ઓફ નોવા સ્કોટીઆ

૨૧૬૪૦.૦૦

હોંગકોંગ એન્ડ સાંઘાઈ બેન્કીંગ  કોર્પોરેશન

૨૩

૩૯૪૫૮.૪૪

શિનહાન બેન્ક

૫૬.૭૪

હાઉસીંગ ફાઈનાન્સ કોર્પોરેશન

-

-

ઈન્ડિયા હોમ લોન

૪૭૪.૭૯

મનિભવનામ હોમ ફાયનાન્સ ઈન્ડિયા પ્રા.લી.

૩૧.૬૭

મુથ્થુટ હોમ ફાઈન ઈન્ડિયા લી.

૪૦

૧૨૭૯.૨૮

સ્વાગત હાઉસીંગ ફાયનાન્સ કંપની

૮૫.૫૪

રાષ્ટ્રીયકૃત બેન્કો

-

-

બેન્ક ઓફ બરોડા

૫૬૭૭

૯૦૯૯૬૫૭.૬૭

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા

૨૯૭૨

૫૫૦૧૭૮૦.૮૯

પંજાબ એન્ડ સિંધ બેન્ક

૪૮૩

૫૯૦૯૧૭.૬૬

બેન્ક ઓફ ઈન્ડિયા

૩૬૬

૧૭૨૨૨૮૨.૮૧

બેન્ક ઓફ મહારાષ્ટ્ર

૭૯૧

૬૯૨૬૮૮.૯૪

ઈન્ડિયન ઓવરસીસ બેન્ક

૮૦૫

૧૫૨૩૬૨૧.૩૦

એસબીઆઈ એન્ડ એસોસીએટ બેન્ક

૭૪૬૮

૨૭૬૧૨૨૭૫.૩૦

ખાનગી બેન્કો

-

-

એયુ સ્મોલ ફાયનાન્સ બેન્ક

૮૫૧૪.૦૦

બંધન બેન્ક લી.

૬૬૫૧.૨૦

સીએસબી બેન્ક લી.

૨૧૨

૮૯૨૬૪.૭૯

ધનલક્ષ્મી બેન્ક લી.

૩૫૩

૩૫૩૩૫૦.૦૦

ઈક્વીટાસ સ્મોલ ફાઈયનાન્સ બેન્ક

૩૩

૮૦૧૯.૩૬

ઈએસએએફ સ્મોલ ફાઈયનાન્સ બેન્ક

૫૮૪.૦૦

એચડીઅફસી બેન્ક

૧૩૨૧

૧૪૦૮૮૭૯.૬૩

આઈડીબીઆઈ

૨૮૫૦

૯૭૯૮૫૬૮.૦૯

આઈડીએફસી ફર્સ્ટ બેન્ક

૧૨

૨૮૭૮૨.૭૫

કરૃર વૈશ્ય બેન્ક લી.

૨૮૭

૩૯૪૦૮૦.૧૨

કોટક મહેન્દ્ર બેન્ક લી.

૩૭૪

૨૫૮૫૮૩૬.૭૩

નૈનિતાલ બેન્ક લી.

૧૪

૩૦૦૯.૯૫

આરબીએલ બેન્ક લી.

૫૪

૩૭૩૩૧.૯૯

જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક લી.

૩૮૪

૧૦૯૩૮૧૬.૭૩

ઉજ્જીવન સ્મોલ ફાઈયાન્સ બેન્ક

૧૧૩૧.૬૩

કર્ણાટક બેન્ક લી.

૫૦૫

૧૧૫૩૦૫.૩૬

ફેડરલ બેન્ક લી.

૨૧૬

૧૩૧૨૧૪.૫૦

યશ બેન્ક લી.

૩૦૫૫૫.૨૫

સુર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્ક

૩૭

૧૯૭૩.૯૭

આંધ્રપ્રદેશ સ્ટેટ ફાયનાન્સ કોર્પોરેશન

૧૦૦

૨૪૫૮૮.૫૪

આસામ ફાયનાન્સ કોર્પોરેશન

૧૨૧૭.૫૯

કુલ (લાખમાં)

૬૬૬૪૬૬૧૬.૩૬

 


Google NewsGoogle News