વડોદરાના ફતેગંજ ટાવર પાસે 26 જેટલી બાઇક ભડભડ સગળી ઉઠી, ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
વડોદરાના ફતેગંજ ટાવર પાસે 26 જેટલી બાઇક ભડભડ સગળી ઉઠી, ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી 1 - image


Vadodara Fire in Bike : વડોદરામાં વાહનોમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ફતેગંજ વિસ્તારમાં પિત્ઝાની ડિલિવરી કરતી મોટરસાયકલો આગમાં લપેટાઈ જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

ફતેગંજના સેફ્રોન ટાવરમાં આવેલા ડોમિનોઝ પિત્ઝાની બહાર ગ્રાઉન્ડ ફ્લોર પર ગત મોડી રાતે પિત્ઝા માટેની ડિલિવરી બાઈક હરોળમાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ કારણસર આગ લાગતા એક પછી એક મોટરસાયકલ આગમાં લપેટાઈ હતી. 



વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. વડી વાડી ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લે ત્યાં સુધીમાં 26 જેટલી બાઇક ખાક થઈ ચૂકી હતી. બનાવને પગલે વીજ કંપનીની ટીમ તેમજ પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને વિગતો મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પોલીસ સ્ટેશનની બહાર વાહનોમાં તેમજ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાના અગાઉ પણ એક ડઝન જેટલા બનાવો બની ચૂક્યા છે. ફતેગંજ વિસ્તારમાં બનેલો બનાવ કેવી રીતે બન્યો તેની વિગતો જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે


Google NewsGoogle News