Get The App

ગુજરાતમાં પનીર બાદ 'નકલી ઘી'ની ફેક્ટરી ઝડપાઈ, ફૂડ વિભાગે 118 ઘીના ડબ્બા કર્યા સીઝ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં પનીર બાદ 'નકલી ઘી'ની ફેક્ટરી ઝડપાઈ, ફૂડ વિભાગે 118 ઘીના ડબ્બા કર્યા સીઝ 1 - image


Food Department Raids In Mehsana : દિવાળીના તહેવારના ગણતરીના દિવસોમાં બાકી છે, ત્યારે ગુજરાતમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડીને બનાવટી વસ્તુઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી એક મહિનામાં બીજી વાર શંકાસ્પદ ઘી ઝડપાયું છે. જ્યારે થોડા દિવસ પહેલા પણ મહેસાણાની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી શંકાસ્પદ 800 કિ.લો. પનીર જપ્ત કરાયું હતું.

10 લાખ કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત

કડીની બુડાસણ GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં નકલી-ભેળસેળવાળું ઘી બનાવવામાં આવતું હોવાની ફૂડ વિભાગની બાતમી મળતા પોલીસ સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યાં. જેમાં આશરે 10 લાખ કિંમતનું 2500 કિ.લો. શંકાસ્પદ 118 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યાં. ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે. જ્યારે શંકાસ્પદ ઘીનો રિપોર્ટ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે 1418 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને નિયમ પ્રમાણે મળશે મદદ

અગાઉ પણ કડીમાંથી શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપાયો

મહેસાણાના કડીમાંથી અગાઉ પણ શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. જેમાં કડી GIDCના 5 ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનાવવાના કાળો કારોબાર પર ગત 14 ઓક્ટોબરે ફૂડ વિભાગની ટીમ ત્રાટકીને 43000 કિ.લો.થી વધુ શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

આ પણ વાંચો : ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીના તહેવાર પર ચાર દિવસની રજા જાહેર

1 કરોડ આસપાસનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

મહેસાણા ફૂડ વિભાગ અને LCBની ટીમે બાતમીના આધારે કરેલી રેડમાં અંદાજે રૂપિયા 1 કરોડ આસપાસનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો અને સેમ્પલ લીધા હતા. જેમાં ફૂડ વિભાગે કુલ 24,297 કી.લો, લુઝ ઘી, 4979 કિ.લો. લુઝ પામોલિન, 8036 કિ.લો. રિફાઇન પામોલિન અને 5798 કિ.લો. ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર જપ્ત કર્યો છે. કિંમત રૂપિયા 1,24,87,865 રૂપિયાનો કુલ 43,109 કિ.લો. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડીને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. 


Google NewsGoogle News