Get The App

ભાર વીનાનું ભણતર આપવા પ્રયાસ કરતી નાલંદા ગુરુકુળ વિદ્યાલયના 25 વર્ષ પુર્ણ

Updated: Apr 15th, 2023


Google NewsGoogle News
ભાર વીનાનું ભણતર આપવા પ્રયાસ કરતી નાલંદા ગુરુકુળ વિદ્યાલયના 25 વર્ષ પુર્ણ 1 - image


- સને-2004 માં રાતોરાત બુલડોઝર ફેરવી દેવાયું હતું ઃ સ્કૂલમાં ટકા કે માર્કસ વગરનું રિઝલ્ટ અપાય છે

        સુરત

શાળામાં દફતર, વોટર બેગ કે નાસ્તો વગર, ટયુશન વગર અને કોઇ પણ જાતના હોમવર્ક વગર, બાળકની કોઇ પણ પરીક્ષા વગર, ટકા કે માર્કસ વગરનું રીઝલ્ટ આપતી સુરતની શાળા નાલંદા ગુરૃકુળ વિદ્યાલયને ૨૫ વર્ષ પૂર્ણ થયા છે.  આજે પણ ધોરણ ૧ થી ૧૨ ના ૨૫૦ વિદ્યાર્થીઓ આ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા છે.

સુરતમાં આવેલી નાલંદા ગુરૃકુળ વિદ્યાલય પર સને ૨૦૦૪ માં રાતોરાત બુલડોઝર ફેરવી દેવાયા બાદ અલગ અલગ જગ્યાએ સ્કુલો શરૃ કર્યા બાદ છેલ્લે મગદલ્લા ચાર રસ્તા નજીક બે વિંધા જમીનમાં શરૃ કરાઇ હતી. સંચાલકોએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૨૫ વર્ષથી સુરતમાં વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે અમારી સ્કુલમાં કોમ્પ્યુટર અને રોબોટીકસ પણ શીખવવામાં આવે છે. જો કે તેની સાથે સુથારીકામ, લુહારીકામ, માટીકામ વિદ્યાર્થીઓને શીખવુ હોય તો શીખી શકે છે. અહીંયા ભણનાર બાળકોને નોકરી માટે સ્પર્ધામાં જોડાવવાના બદલે નોકરી આપી શકવાની ક્ષમતા કેળવે તે રીતે તૈયાર કરાય છે. વિદ્યાર્થીઓને પરિણામના બદલે જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓ શું શીખ્યા તેનો અહેવાલ આપવામાં આવે છે. ખાસ કરીને ભાષા, ગણિત અને સમાજવિજ્ઞાાન પર વધુ ભાર મુકવામાં આવે છે. ગુજરાત બોર્ડની માન્યતા ધરાવતી ગુજરાતી, અગ્રેજી માધ્યમની સ્કૂલમાં ધોરણ-૧થી ૧૨માં હાલમાં ૨૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.


Google NewsGoogle News