જેતપુરમાં સાડીના કારખાનામાં કારીગરનું મોત, મશીનમાં આવી જતા સર્જાઈ દુર્ઘટના
Rajkot News : રાજકોટના જેતપુરમાં આવેલા સાડીના એક કારખાનામાં કામ કરતા સમયે એક શ્રમિકનું મોત થઈ ગયું. 24 વર્ષનો શ્રમિક કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે મશીનમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ઘટના બાદ શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે જેતપુર હોસ્પિટલ મોકલવામાં આવ્યો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
રાજકોટના જેતપુર ખાતે સામાકાંઠા વિસ્તારમાં આવેલા સાડીના કારખાનામાં કામ કરતો અભિલાષ પટેલ (ઉં.વ. 24) નામનો શ્રમિક મશીનમાં આવી ગયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવક ઉત્તર પ્રદેશના ચિત્રકુટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.