Get The App

જામજોધપુરના કડબાલ ગામની 24 વર્ષીય યુવતી એકાએક લાપતા બની જતાં ગુમ નોંધ દાખલ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
જામજોધપુરના કડબાલ ગામની 24 વર્ષીય યુવતી એકાએક લાપતા બની જતાં ગુમ નોંધ દાખલ 1 - image


Jamnagar Missing FIR : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં રહેતી નિરાલીબેન ભદાભાઈ વરુ નામની 24 વર્ષની યુવતિ કે જે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી અને પરિવારજનો દ્વારા તેણીની સગા સંબંધીઓ સહિતના અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ તેણીનો કોઈ પતો સાંપડ્યો ન હતો.

 આથી નિરાલી બેનના કુટુંબી દ્વારા શેઠ વડાળા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને સામતભાઈ ભીમાભાઇએ ગુમ નોંધ કરાવતાં પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


Google NewsGoogle News