રાજુલામાં લગ્ન પ્રસંગમાં રાસ રમતા રમતા 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમાં ગરકાવ
Death Due To Heart Attack In Amreli: ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે અમરેલીના રાજુલામાં એક લગ્ન પ્રસંગમાં રાસ રમતા રમતા 24 વર્ષીય પાવન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. લગ્ન પ્રસંગમાં પાવન પટેલનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન પ્રસંગમાં રાસ રમતા પાવન પટેલ અચાનક ઢળી પડ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 24 વર્ષીય યુવાનના મોતથી પરિવારમા માતમ છવાયો છે.
આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્ચે ભીષણ અકસ્માત, 3 લોકોના કમકમાટી ભર્યા મોત
હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.