દ્વારકાના નાગેશ્વરમાં 24 કુંજ પક્ષીનો શિકાર, વન વિભાની ટીમ પહોંચતા શિકારીઓ થયા ફરાર
Dwarka News : દ્વારકા તાલુકામાં શિકારીઓ દ્વારા 24 કુંજ પક્ષીનો શિકાર કરાયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં ફોરેસ્ટ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ શિકારીઓ રિક્ષા અને પક્ષીઓના મૃતદેહ છોડી ફરાર થયા હતા. જ્યારે વન્યા જીવોના મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ વિભાગે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
24 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યાં
મળતી માહિતી પ્રમાણે, દ્વારકા તાલુકાના નાગેશ્વરના ભીમગજા તળાવ પાસે 24 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યાં હતા. જેને લઈને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એવું માનવામાં આવ્યું રહ્યું છે કે, કોઈ અજાણ્યા શખસો આ પક્ષીઓનો શિકાર કરીને ભાગી ગયા હતા.
સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજીને ફોરેસ્ટ વિભાગ દ્વારા રિક્ષા જપ્ત કરીને 24 કુંજ પક્ષીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યાં છે. જ્યારે અબોલ પક્ષીઓની હત્યા કરનારા અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.