લાલપુરના મેઘપરમાં રહેતી 22 વર્ષની યુવતી લાપત્તા થઈ જતાં પરિવારજનોમાં ચિંતા : ગુમ નોંધ કરાવાઈ
Jamnagar Girl Missing : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી 22 વર્ષીય અપરણીત યુવતી પોતાના ઘરેથી એકાએક લાપતા બની જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે, અને મેઘપર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. જેને પોલીસ શોધી રહી છે.
લાલપુર નજીક મેઘપર ગામમાં રહેતી સપનાબા ઉર્ફે ભૂમિ વકુભા પરમાર નામની 22 વર્ષની અપરણીત યુવતી કે જે પોતાના ઘેરથી ગત 21મી તારીખે એકાએક લાપત્તા બની ગઈ હતી. પરિવારજનો એ તેની અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો સાંપડ્યો ન હતો.
આથી આખરે જામનગરના મેઘપર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમ નોંધ કરાવતાં મેઘપર પોલીસ તેણીને શોધી રહી છે.