Get The App

વડોદરામાં છેલ્લા એક મહિનામાં કમાટીબાગમાં 22 ઝાડ જડમૂળથી પડી ગયા

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
વડોદરામાં છેલ્લા એક મહિનામાં કમાટીબાગમાં 22 ઝાડ જડમૂળથી પડી ગયા 1 - image


Vadodara Kamati Baug : વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીનું વિનાશક પૂર ગયા મહિને આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં છેલ્લા એક માસમાં કમાટી બાગમાં જડમૂળથી 22 ઝાડ પડી ગયા છે. એમાં પણ બે દિવસ પહેલા તોફાની વરસાદ સાથે 110 કીમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું તેના કારણે 6 ઝાડ પડી ગયા તેનો પણ સમાવેશ થઈ જાય છે.

વડોદરાના કમાટી બાગમાં અસંખ્ય એવા ઝાડ છે જેની ડાળીઓ નમી ગઈ છે, અને તૂટી પડી છે. હાલ પડી ગયેલા ઝાડને હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘણા ઝાડ થડમાં મોટા હોવાથી તે હટાવવાના બાકી છે. જે ઝાડ પડી ગયા છે, તેમાં મોટાભાગના પીળો ગુલમહોર, લીમડો વગેરેનો સમાવેશ થાય છે. વડોદરામાં બે દિવસ પહેલા જોરદાર વાવાઝોડાને લીધે શહેરમાં આમ તો 300 થી વધુ ઝાડ પડી ગયા હતા. ઝાડ પડ્યા બાદ માર્ગો ખુલ્લા કરવા માટે ફાયર બ્રિગેડ વિભાગને વૃક્ષો હટાવવાની કામગીરી સતત ચાલુ રાખવી પડી હતી. જોકે અત્યાર સુધીમાં દોઢસોથી વધુ પડી ગયેલા ઝાડ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


Google NewsGoogle News