Get The App

પંચમહાલના રામનાથ ગામે બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બાળકો સહિત 22 લોકો દાઝ્યા, તમામને સારવાર અર્થે ખસેડાયા

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
પંચમહાલના રામનાથ ગામે બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બાળકો સહિત 22 લોકો દાઝ્યા, તમામને સારવાર અર્થે ખસેડાયા 1 - image


Gas Cylinder Blast : પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની છે. રામનાથ ગામમાં 2 ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. જેમાં બાળકો સહિત 20થી વધુ લોકો દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. જેમાં 22 લોકો દાઝ્યા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઈજાગ્રસ્તોને કાલોલ ખસેડાયા હતા, ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી ગોધરા સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સિલિન્ડર ફાટવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.



Google NewsGoogle News