Get The App

જામનગરના 21 વર્ષના યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદય બંધ થઇ જવાથી મૃત્યુ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
જામનગરના 21 વર્ષના યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદય બંધ થઇ જવાથી મૃત્યુ 1 - image


Jamnagar : જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર 21 વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા 36 વર્ષિય યુવાનને હાથમાં દુખાવો ઉપડ્યા પછી સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે.

 જામનગરના વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. જામનગરના નવાગામ ઘેડ નજીક ભીમવાસ શેરી નંબર ત્રણમાં રહેતા વિવેક કાંતિભાઈ ખીમસુરીયા નામના 21 વર્ષના યુવાનને તેની માતાએ નિદ્રાધીન અવસ્થામાં ઉઠાડતાં પોતે ઉઠયો ન હતો, અને બેભાન હાલતમાં હતો.

 તેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ ફેઇલ થઈ ગયું હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પિતા કાંતિભાઈ મોહનભાઈ ખીમસુરીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.બી.જાડેજા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને યૂવકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

 લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા વિજય બાબુભાઈ સાદીયા નામના 36-વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર માથામાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયવટુકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

 આ બનાવ અંગે મૃતકની પત્ની પ્રભાબેન વિજયભાઈ સાદીયાએ પોલીસને જાણ કરતાં મેઘપરના એએસઆઈ વી.સી.જાડેજા જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News