કાલાવડમાં રહેતી 21 વર્ષની યુવતીનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતી 21 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં કાશ્મીર પરા નજીક અમીપીર કોલોનીમાં રહેતી મયુરીબેન મનસુખભાઈ કાનાણી નામની 21 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતક ના ભાઈ મનીષભાઈ મનસુખભાઈ કાનાણીએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.