સુરત કેન્દ્રનું CS પ્રોફેશનલનું 21.35 એક્ઝિક્યુટીવનું 11.04 ટકા પરિણામ
વલસાડની ઝલક વર્ધાનીનો ઓલ ઇન્ડિયા લેવલે આઠમો રેન્ક
સુરત
કંપની સેક્રેટરીની દેશભરમાં લેવાયેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા સુરત કેન્દ્રના પ્રોફેશનલ પ્રોગામનું ૨૧.૩૫ ટકા અને એકઝિકયુટીવ પરીક્ષાનું ૧૧.૦૪ ટકા પરિણામ આવ્યુ છે. જેમાં એકઝિકયુટીવની પરીક્ષા આપનાર વલસાડની વિદ્યાર્થિની ઝલક વર્ધાની ઓલ ઇન્ડિયા ટોપ-૫૦ માં આઠમો રેન્ક મેળવી સમગ્ર દક્ષિણ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
ધી ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ગત વર્ષ ડિસેમ્બરમાં લેવાયેલી સીએસ એકઝિકયુટીવ અને પ્રોફેશનલ બન્ને પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. કંપની સેક્રેટરીની પરીક્ષાઓ ત્રણ સ્ટેજમાં સીએસ એન્ટરન્સ ટેસ્ટ, સીએસ એકઝિકયુટીવ અને છેલ્લે પ્રોફેશનલની પરીક્ષા લેવાઇ હતી. આજે ઇન્સ્ટિટયુટ દ્વારા એકઝિકયુટીવ અને પ્રોફેશનલ બન્ને પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતુ. જેમાં એકઝિકયુટીવની પરીક્ષામાં ગુ્રપ-૧નું ૧૪.૫૮ ટકા અને ગુ્રપ-૨નું ૮.૨૨ ટકા મળીને કુલ ૧૧.૦૪ ટકા પરિણામ આવ્યુ હતુ. જયારે પ્રોફેશનલની પરીક્ષામાં મોડયુલ-૧નું ૧૭.૮૬ ટકા, મોડયુલ-૨નું ૨૦.૬૨ ટકા અને મોડયુલ-૩નું ૨૫.૫૮ ટકા મળીને કુલ ૨૧.૩૫ ટકા પરિણામ આવ્યું હતુ.
આ પરિણામમાં પ્રોફેશનલની પરીક્ષામાં એક પણ વિદ્યાર્થીને ટોપ-૫૦માં સ્થાન મળ્યું નથી. જયારે એકઝિકયુટીવમાં વલસાડની વિદ્યાર્થિની ઝલક ભરત વર્ધાનીએ ૮૦૦ માંથી ૪૪૭ માર્કસ અને ૫૫.૮૮ ટકા પરિણામ સાથે ઓલ ઇન્ડિયા ટોપ-૫૦માં આઠમો રેન્ક મેળવ્યો છે. આ સાથે તે સુરતમાં સીટી ટોપર બની હતી. તો પ્રોફેશનલમાં દિપીકા માલપાની ૫૪.૫૬ ટકા સાથે સીટી ટોપર બની હતી.
પરીક્ષાના એક મહિના પહેલા રજા લઇને પરીક્ષાની તૈયારી કરી હતી
એકઝિકયુટીવની
પરીક્ષામાં સુરતમાં ટોપર અને ભારતભરમાં આઠમા રેન્ક સાથે પાસ થનારી વિદ્યાર્થિની
ઝલક વર્ધાની મુળ વલસાડની વતની છે. અને સુરતની વનિતા વિશ્રામ હોસ્ટેલમાં રહીને
અભ્યાસ કરી રહી છે. ઝલકે આ પરીક્ષા આપતા પહેલા ૩૦ દિવસ અગાઉ રજા લીધી હતી. અને આખા
સિલેબસનું રિવિઝન કરવાની સાથે જ જે પ્રશ્નો અધરા લાગતા હતા તેના પર વધારે ફોકસ
કરીને તૈયારીઓ કરતા આ પરિણામ મેળવ્યુ હોવાનું જણાવ્યું હતુ. તેના પિતા મોબાઇલ શોપ
ચલાવે છે. અને માતા હાઉસ વાઇફ છે. ધો.૧૨ સુધીનો અભ્યાસ વલસાડની શેઠ આર જે જે
હાઇસ્કુલમાંથી કર્યો હતો. આ વિદ્યાર્થિનીનું સ્વપ્ન કેટ પરીક્ષા આપીને આઇઆઇએમમાં
પ્રવેશ લેવાનું છે. સીએસની સાથે સીએનો પણ અભ્યાસ કરી રહી છે.
એકઝિકયુટીવના ટોપર વિદ્યાર્થીઓ
નામ ભારતમાં રેન્ક સીટી રેન્ક
ઝલક
ભરત વર્ધાની ૦૮ ૦૧
આશિકા પ્રવિણ બઝારી -- ૦૨
ઇશિકા હેમંત જરીવાલા -- ૦૩
પ્રોફેશનલ પરીક્ષાના સીટી ટોપર
નામ સીટીટોપર
દિપીકા મુરલી માલપાની ૦૧
ધીરેન જગદીશ ઠક્કર ૦૨