નર્મદ યુનિવર્સિટી સંલગ્ન 206 કોલેજો સ્ટેટ રેન્કીંગથી દુર રહી
- એકમાત્ર પી.ટી.સાયન્સ કૉલેજે ફાઇવસ્ટાર રેન્ક મેળવ્યો
સુરત
નર્મદ યુનિવર્સિટી સાથે ૨૨૪ કોલેજો જોડાણ ધરાવતી હોવાછતા રાજય સરકાર દ્વારા સ્ટેટ રેટીંગ ફેમવર્કમાં માત્ર ૧૮ કોલેજોએ જ ભાગ લીધો હતો. જેમાંથી એકમાત્ર પી.ટી. સાયન્સ કોલેજે ફાઇવ સ્ટાર રેન્ક મેળવ્યો છે. યુનિવર્સિટીની ૨૦૬ કોલેજોએ ભાગ લીધો જ ના હતો.
રાજય સરકારની સ્ટેટ ઇન્સ્ટિયુશનલ રેટિંગ ફ્રેમવર્ક દ્વારા યુનિવર્સિટી અને કોલેજોના રેન્કીંગ કરવા માટે આમંત્રણ આપ્યા બાદ શુક્રવારે જેટલીપણ કોલેજ અને યુનિવર્સિટીએ ભાગ લીધો હતો. તેના પરિણામ જાહેર કરતા નર્મદ યુનિવર્સિટીને ફોરસ્ટાર રેન્ક મળ્યો હતો. જયારે કોલેજોમાં અઠવાલાઇન્સની પી.ટી.સાયન્સ કોલેજને ફાઇવ સ્ટાર રેન્ક પ્રાપ્ત થયો હતો. નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની જો વાત કરીએ તો ૨૨૪ કોલેજો જોડાણ ધરાવે છે. આ કોલેજોમાંથી માત્ર ૧૮ કોલેજોએ જ ભાગ લીધો હતો. આ રેન્ક મેળવવા માટે ભાગ લેવા માટે ફરજિયાત નથી. પરંતુ રેન્કીંગની ફી રૃા. ૨૦ હજાર છે. જો કે ૨૦૬ કોલેજોએ ભાગ નહીં લેતા એવો ગણગણાટ સંભળાઇ રહ્યો છે કે ગુજરાત સરકાર કોલેજોને નેશનલ રેન્કીંગમાં આગળ લાવવા માંગે છે. અને નેકમાં એપ્લાય થાય તે માટે મહેનત કરી રહી છે. પરંતુ કોલેજોમાં જોવા મળી રહેલી નિરસતા દૂર કરવાના સમય આવી ગયો છે.