Get The App

અલંગ માટે 2023 કરતા 2024 નું વર્ષ કપરું રહ્યું, નવા વર્ષ પાસે અનેક આશાઓ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
અલંગ માટે 2023 કરતા 2024 નું વર્ષ કપરું રહ્યું, નવા વર્ષ પાસે અનેક આશાઓ 1 - image


- છેલ્લા 8 વર્ષમાં અલંગમાં ભંગાણાર્થે આવતા શિપની સંખ્યામાં  તબક્કાવાર રીતે 65 ટકાનો ઘટાડો થયો

- વર્ષ-2024 માં સૌથી વધારે જાન્યુઆરીમાં 15 શિપ અને સૌથી ઓછા એપ્રીલમાં માત્ર 3 શિપ જ લાંગર્યાં, ગોહિલવાડની આર્થિક કરોડરજ્જૂમાં નવા પ્રાણ ફૂંકાય તે ખુબ જરૂરી છે

ભાવનગર : ગોહિલવાડની આર્થિક ગતિવિધિઓમાં શિપ રિસાયકલિંગ ઉદ્યોગની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહેલી છે. પરંતુ કોરોનાકાળ બાદથી ભાવનગરનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ સતત મંદીના વમળોમાં ફસાયેલો રહ્યો છે તેવું આંકડાઓ પરથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષ ૨૦૨૩ની સરખામણીએ વર્ષ-૨૦૨૪ પણ અલંગ માટે નબળુ સાબિત રહ્યું છે. તેમજ વર્ષના છેલ્લા મહિનામાં શિપની સંખ્યા પણ ઘટી છે. ઉપરાંત વર્ષ ૨૦૧૬ બાદથી અલંગમાં ભંગાણાર્થે આવતા શિપની સંખ્યામાં તબક્કાવાર રીતે ૬૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે જે ખરેખર ભાવનગરના અર્થતંત્ર માટે ચિંતાજનક છે ત્યારે આગામી વર્ષ-૨૦૨૫માં અનેક આશાઓ સેવાઈ રહી છે.

ભાવનગરના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ હિસ્સેદારી ધરાવતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં કોરોનાકાળ બાદથી મંદી પ્રવર્તી રહી છે અને મંદીના વમળો વચ્ચે ફસાયેલા આ ઉદ્યોગની સીધી અસરના પ્રતિબિંબો અલંગ સંલગ્ન વ્યવસાયો ઉપરાંત સ્થાનિક અર્થતંત્રમાં પડી રહ્યાં છે. વર્ષ-૨૦૨૩ પૂર્ણ થયાં બાદ વર્ષ-૨૦૨૪માં અલંગમાં તેજી આવે તેવી આશાઓ સેવવામાં આવી રહી હતી પરંતુ અલંગ માટે વર્ષ-૨૦૨૩ કરતા વર્ષ ૨૦૨૪ કપરું રહ્યું છે. વર્ષ-૨૦૨૩ના વર્ષમાં અલંગમાં ભંગાણાર્થે આવેેલા શિપો ૧૩૭ હતા. જે ઘટીને વર્ષ-૨૦૨૪માં માત્ર ૧૧૦ થયા છે. અલંગમાં આવતા શિપોની ઘટી રહેલી સંખ્યા સુચવે છે કે જિલ્લાનો મહત્વપૂર્ણ ઉદ્યોગ મંદીના વમળમાં હજુ ફસાયેલો જ છે. વર્ષ-૨૦૧૬માં જ્યાં અલંગમાં ૩૧૫ શિપ આવ્યા હતા જે સંખ્યા છેલ્લા ૮ વર્ષના સમયગાળામાં તબક્કાવાર રીતે ૬૫ ટકા સુધી ઘટી ગઈ છે. હાલ શિપ રિસાયકલિંગ ઉદ્યોગની પરિસ્થિતિ કોરોનાકાળ કરતા પણ વિકટ હોય તેવું આંકડાઓ પરથી પ્રતિત થઈ રહ્યું છે. વર્ષ-૨૦૨૧ બાદથી અલંગમાં આવતા શિપની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે ડિસેમ્બર માસમાં અલંદની આખરી સફરે માત્ર ૧૦ શિપ જ આવ્યા છે. નવેમ્બર માસમાં ૧૪ શિપ આવ્યા હતા પરંતુ ટનેજ ખુબ ઓછું હતુ અને ડિસેમ્બરમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ડિસેમ્બરમાં ૧૦ શિપ લાંગર્યાં છે પરંતુ ટનેજની દ્રષ્ટિએ ખુબ નાના ઓછા વજનવાળા છે. વર્ષ-૨૦૨૪માં અલંગમાં સૌથી વધારે જાન્યુઆરી માસમાં ૧૫ શિપ અને સૌથી ઓછા એપ્રીલ માસમાં માત્ર ત્રણ શિપ આવ્યા હતા ત્યારે અલંગ માટે વર્ષ-૨૦૨૫માં નવી આશાઓ-અપેક્ષાઓ સેવાઈ રહી છે અને અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગનો ઉદય થશે તો જ ભાવનગરના વિકાસનો સુર્યોદય થશે તેમાં બે મત નથી.

વર્ષ-2025 ના મધ્યભાગ સુધીમાં સ્થિતિ સુધરશે

અલંગમાં પ્રવર્તેલી મંદીની સ્થિતિ વચ્ચે આગામી વર્ષ-૨૦૨૫માં અલંગમાં તેજીનો આશાવાદ વ્યક્ત કરતા શિપ રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું હતું કે, અલંગને ધમધમતુ રાખવા સરકાર અને એસોસિએશન બન્ને પ્રયત્નશિલ છે. યુરોપિયન યુનિયનની માન્યતા અને હોંગકોંગ કન્વેન્શન લાગુ થવા માટે પુરતા પ્રયાસો થઈ રહ્યાં છે અને ઈયુની માન્યતા મળેે ઉપરાંત જુન-૨૦૨૫ સુધીમાં હોંગકોંગ કન્વેન્શ લાગુ થયાં બાદ અલંગની સ્થિતિ સુધશે.

અલંગ સામેના પડકારો

- બીઆઈએસનો પ્રતિબંધ

- રાતા સમુદ્રમાં તણાવ

- ઈઝરાય-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ

અલંગમાં વર્ષ-૨૦૨૩ અને ૨૦૨૪માં આવેલા શિપોના આંકડા

            શિપ

માસ 

2023

 આંકડા

 2024

 આંકડા

જાન્યુઆરી

૧૬

૧૧૬૧૩૯.૫૩

૧૫

૯૦૨૨૦.૪૭

ફેબુ્રઆરી

૧૪

૧૦૯૯૨૯.૮૭

૨૩૮૩૦.૩૭

માર્ચ

૧૦

૬૧૦૬૨.૧૨

૬૯૦૫૬.૪૨

એપ્રીલ

૬૫૯૦૩.૯૨

૪૨૯૨૬.૦૧

મે

૫૪૮૫૭.૭

૧૨

૮૪૧૮૧.૩

જુન

૭૫૮૪૫.૯૫

૧૦

૫૯૫૨૫.૮૯

જુલાઈ

૭૬૭૫૬.૫૧

૩૧૮૦૧.૮૨

ઓગસ્ટ

૭૫૧૩૦.૮

૧૦

૮૦૦૭૭.૭૮

સપ્ટેમ્બર

૧૨

૬૫૪૮૩.૭૩

૪૫૩૬૩.૫૩

ઓક્ટોબર

૧૯

૧૫૯૭૮૯.૯૧

૧૨

૯૨૭૭૮.૩૨

નવેમ્બર

૧૦

૭૧૫૦૩.૩૯

૧૪

૯૬૭૪૬.૨૬

ડિસેમ્બર

૧૬

૧૧૫૬૯૦.૦૭

૧૦

૫૬૪૯૨.૦૯

કુલ

૧૩૭

૧૦૪૮૦૯૩.૫

૧૧૦

૭૭૩૦૦૦.૨૬


Google NewsGoogle News