મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સિંધરોટના 200 વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સિંધરોટના 200 વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા 1 - image

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદીમાં વધેલા પાણીના પ્રવાહને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે ડબકા ગામના ભાઠા વિસ્તારની 30 વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા બાદ રાત્રે સિંધરોટની 200 વ્યક્તિને પણ ઉંચાણવાળા વિસ્તારમાં લઇ જવામાં આવી છે. 

વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી મયંક પટેલે જણાવ્યું કે, સિંધરોટ ખા

તે નિચાણ વાળા વિસ્તારોમાંથી 200 નાગરિકોને ગઈ કાલ રવિવારે જ ઊંચાણ વાળા વિસ્તારોમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. 

મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સિંધરોટના 200 વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા 2 - imageહાલ પાણીના પ્રવાહ મા ઘટાડો થઇ રહ્યો છે. કડાણામાંથી ગઈ કાલે નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે ઘટીને હાલ એક લાખ ક્યુસેક થયું છે. વણાકબોરીમાંથી વહેલી સવારે જે નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ હવે તે ઘટી ને છ લાખ ક્યુસેક થયું છે. હાલ કોઈ પણ વિસ્તારમાં પાણીની અંદર માણસો ફસાયા નથી. 

સર્વે નાગરિકોને ઉંચાણ વાળા વિસ્તારોમાં રહેવા અને નીચાળવાળા વિસ્તારોમાં ના જવા તેમણે અપીલ કરી છે.



Google NewsGoogle News