13 વર્ષ 8 માસની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર યુવાનને 20 વર્ષની સખ્તકેદ
આરોપી રત્નકલાકરને રૃા.30 હજાર દંડ પણ ફટકારાયો ઃ ત્રણ વર્ષ પહેલા કિશોરીને બાઇક પર બાવળા-ભાવનગર ભગાડી ગયો હતો
સુરત
આરોપી રત્નકલાકરને
રૃા.30 હજાર દંડ પણ ફટકારાયો ઃ ત્રણ વર્ષ પહેલા
કિશોરીને બાઇક પર બાવળા-ભાવનગર ભગાડી ગયો હતો
ત્રણેક
વર્ષ પહેલાં વરાછા પોલીસની હદમાં રહેતી 13 વર્ષ 8 માસની વયની
કિશોરીને મોટર સાયકલ પર અપહરણ કરી બાવળા-ભાવનગર ખાતે લઈ જઈ દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી રત્નકલાકારને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ
જજ કિશોરકુમાર એસ.હીરપરાએ એટ્રોસીટી એક્ટ તથા ધમકી આપવાના સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.કોર્ટે આરોપીને
પોક્સો એક્ટની કલમ-3(એ) સાથે વાંચતા કલમ 4(2)ના ગુનામાં મહત્તમ 20
વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ
ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખારી ગામના વતની 21 વર્ષીય રત્ન કલાકાર આરોપી આરસી વલ્લભ ગોહેલે ગઈ તા.29-6-21ના રોજ વરાછા વિસ્તારમાં રહેતી 13 વર્ષ આઠ માસની વયની કિશોરીને મોટર સાયકલ પર સ્કુલે મુકી જવાનું કહીને ધાકધમકી આપીને અપહરણ કરી અમદાવાદ- બાવળા ખાતે પોતાની બહેનના ઘરે લઈ ગયો હતો.જ્યાં આરોપીએ ભોગ બનનાર તરૃણી સાથે શરીર સંબંધ બાંધીને પોતાના વતનમાં લઈ જતી વખતે રાત્રે હોટેલની બાજુમાં અવાવરુ જગ્યા પર બળાત્કાર ગુજાર્યો હતો.
કિશોરી પર બેવાર બળાત્કાર ગુજારાતા તેની માતાએ પોક્સો અને એટ્રોસીટી એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે આરોપી આરસી ગોહેલની ધરપકડક કરી હતી. કેસની આજે અંતિમ સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 30 જેટલા સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપીને ઈપીકો-363, 366, 376 2)(જે),376(2)(એન) તથા ધી પોક્સો એક્ટની કલમ-5(એલ)6 ના ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે એટ્રોસીટી એક્ટ તથા ધાકધમકી આપવાના ગુનો શંકારહિત સાબિત ન થતાં આરોપીને નિર્દોષ ઠરાવતો હુકમ કર્યો છે.
જેથી બચાવપક્ષે આરોપી યુવાન તથા ઘરમાં કમાનાર એક જ વ્યકિત હોઈ માતા-પિતાની જવાબદારી હોઈ ગુનાઈત ઈતિહાસના અભાવે સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જ ેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓ ભોગ બનનાર કિશોરી હોવાનું જાણવા છતાં ફોસલાવીને લઇ જઇને બળાત્કાર ગુજાર્યો છે.પોક્સો એક્ટની જોગવાઈ મુજબ નાની બાળકીઓ સાથેના આવા કૃત્યોને કારણે સામાજિક અરાજકતા ફેલાય છે. આરોપીઓ પોતાના આનંદ માટે કાયદાનો ભંગ કરી ગેરકાયદે કૃત્ય કર્યું હોઈ સમાજમાં દાખલો બેસે તે રીતે મહત્તમ સજા કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી ઉપરોક્ત આરોપીને ઉપરોક્ત મહત્તમ સજા તથા કુલ30 હજારનો દંડ ફટકાર્યો છે.જ્યારે ભોગ બનનારને સમાજ કલ્યાણ કચેરીમાંથી 3.75 લાખ વળતર મળ્યું હોઈ કોર્ટે અલગથી વળતર ચુકવાનો હુકમ કરવો ન્યાયી ન હોવાનું જણાવ્યું છે.