ચૌદ વર્ષની માનસિક અસ્થિર તરૃણીને ભગાડી ગેંગરેપમાં બે આરોપીને 20 વર્ષની સખત કેદ

તરૃણીને રૃા.5 લાખ વળતર ચૂકવવા નિર્દેશ ઃ રૃમમાં પાંચ દિવસ ગોંધી એકથી વધુ વાર બળાત્કાર ગુજારતા માનસિક હાલત વધુ કફોડી બની હતી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ચૌદ વર્ષની માનસિક અસ્થિર તરૃણીને ભગાડી ગેંગરેપમાં બે આરોપીને 20 વર્ષની સખત કેદ 1 - image


સુરત

તરૃણીને રૃા.5 લાખ વળતર ચૂકવવા નિર્દેશ ઃ રૃમમાં પાંચ દિવસ ગોંધી   એકથી વધુ વાર બળાત્કાર ગુજારતા માનસિક હાલત વધુ કફોડી બની હતી     

આજથી ત્રણેક વર્ષ પહેલા પાંડેસરા વિસ્તારમાં પોતાના દાદા -દાદી સાથે રહેતી 14 વર્ષની માનસિક રીતે અસ્થિર તરુણીને વાલીપણાના કબજામાંથી અપહરણ કરી જઈ પાંચ દિવસ રૃમમાં ગેરકાયદે  ગોંધી એકથી વધુ વાર  ગેંગરેપ આચરનાર બે આરોપીઓને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન સોલંકીએ સાંયોગિક પુરાવા આધારિ કેસમાં તબીબી પુરાવા,સીસીટીવી ફુટેજના લાસ્ટ સીન ટુગેધરના પુરાવાને લક્ષમાં લઈ આરોપીઓને તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો- 376 (ડી) સાથે વાંચતા 376 (2) (જે) (એલ) ના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા 20,000 દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ભોગ બનનાર તરુણીને રૃ.5 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

પોતાના પિતાના નિધન બાદ માતાએ બીજા લગ્ન કરી લેતા  પોતાના સગીર ભાઈ સાથે  દાદા-દાદીની સાથે ઉછરતી 14 વર્ષની માનસિક અસ્થિરતા ધરાવતી તરુણી ગઈ તા. 19-7-2021 ના રોજ પોતાના ઘરેથી ગુમ થઈ હતી.જે  અંગે ભોગ બનનારની દાદીએ ફોનથી જણાવતાં દુકાનેથી ઘરે આવીને  ફરિયાદી દાદાએ શોધખોળ કરવા છતાં સગીર પૌત્રીનો કોઈ પત્તો  લાગ્યો નહોતો.જેથી ફરિયાદી દાદાએ  માનસિક અસ્થિર પૌત્રીને કોઈ અજાણ્યો  ઈશમ ભગાડી ગયો હોવાની આશંકા દર્શાવીને પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન સીસીટીવી ઓફ ફૂટેજના આધારે ભોગ બનનાર તરુણી 18 વર્ષીય આરોપી શંકર ઉર્ફે શીલુ  દ્વારકાનાથ  શાહુ (રે. કૃષ્ણનગર -1,પાંડેસરા) તથા 28 વર્ષીય આરોપી રામચંદ્ર ઉર્ફે રામ પ્રધાન (રે. અમૃત નગર બમરોલી રોડ, પાંડેસરા) સાથે મોટર સાયકલ પર બેસાડીને લઈ જતા હોવાનો પુરાવો મળ્યો હતો. બંને આરોપીઓએ ભોગ બનનાર તરુણીને  ભરુચ ખાતે પાંચ દિવસ સુધી રૃમમાં ગેરકાયદે ગોધી રાખીને એકથી વધુ વ્યક્તિ દ્વારા તેના પર ગેંગરેપ આચાર્યો હોવાનું મેડીકલ તપાસમાં બહાર આવ્યું હતું.જેથી અગાઉથી માનસિક રીતે અસ્થિર તરુણીની શારીરિક અને માનસિક હાલત આ બનાવ બાદ વધારે કફોડી બનવા પામી હતી.

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે  દરમિયાન બચાવ પક્ષે મુખ્યત્વે આ કેસમાં ભોગ બનનાર સગીર હોવાનો પુરાવો રેકર્ડ પર ન હોવાનો બચાવ લીધો હતો તદુપરાંત ભોગ બનનાર નો આઈ.ક્યુ .ટેસ્ટ લેવામાં આવ્યો નથી.સેકશન 164 મુજબ ભોગ બનનારનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું નથી. ભોગ બનનાર માનસિક અસ્થિર હોઈ તેણે આ બનાવ અંગે કંઈ જણાવ્યું નથી.પંચ સાક્ષી ઓએ ફરિયાદ પક્ષના કેસને સમર્થન ન આપતા તેમને હોસ્ટાઈલ જાહેર કરવામાં આવ્યા છે. તદુપરાંત સીસીટીવી ફૂટેજ પેન ડ્રાઈવ ના પુરાવા સાબિત થયા નથી ફરિયાદીની જુબાનીમાં વિસંગતતા આવે છે .ફરિયાદી ગેંગરેપ અંગેની જાણ પોલીસ કરે છે.જેના વિરોધમા સરકાર પક્ષે એપીપી દીપેશ દવે આરોપીઓ વિરુદ્ધ કુલ 27 સાક્ષી તથા 39 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. મુખ્યત્વે આરોપીઓ અને ભોગ બનનાર સાથે હોવા સંબંધિત લાસ્ટ સીન ટુ ગેધરના સીસીટીવી ફૂટેજ, તબીબી  તથા.સાયોગિક પુરાવાની ક્રમબધ્ધ કડીઓ ફરિયાદ પક્ષે જોડી બતાવતા આરોપીઓ સામેનો કેસ પુરવાર થયો હતો. જેથી કોર્ટે આરોપી શંકર ઉર્ફે  શીલુ દ્વારકાનાથ સાહુ તથા રામચંદ્ર ઉર્ફે રામ કાલુચરણ પ્રધાનને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત ગુનામાં 20 વર્ષની સખત કેદ તથા 20000 દંડ તથા ભોગ બનનારને પાંચ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

ભોગ બનનારનું  આઈ.ક્યુ.લેવલ 70 થી 79 નીચું હોઈ મેન્ટલી ચેલેન્જડ  પર્સન હોવાનું તબીબોએ જણાવ્યું હતુ

આ કેસમાં ભોગ બનનાર તરુણી નું આઈ. ક્યૂ .લેવલ 70 થી 79 ધીનો હતો.જ્યારે સામાન્ય વ્યક્તિન આઈ. ક્યૂ. 90 થી 110 વચ્ચે હોય છે.જે અંગે નવી સીવીલ હોસ્પિટલના મનોત્ચિકીત્સક ડોક્ટર કમલેશકુમાર દવે ભોગ બનનારની માનસિક સ્થિતિ અંગે કમીટી સાથે કરેલી પ્રારંભિક તપાસ અંગે પુરાવો આપ્યો હતો.જેથી ભોગ બનનારનો સામાન્ય વ્યક્તિ ની તુલનાએ આઈક્યૂ નીચો અને મેન્ટલી ચેલેન્જડ પર્સન હોવાનું બહાર આવ્યું હતું.જે મુજબ આવીવ્યક્તિને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તે સમજી શકે તેમ નથી્ શરૃઆતમાં તેને સાંકેતિક ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી.ત્યારે તેનો આઈક્યૂ ટેસ્ટ કરવામાં નહોતો આવ્યો તેને માત્ર મનોવૈજ્ઞાાનિક પરીક્ષણ માટે પેનલ ડોક્ટરોની સમક્ષ લાવવામાં આવી હતી.ભોગ બનનારની જુબાની વખતે ડોક્ટર આકાશ સાવલિયા નવી સિવિલ હોસ્પિટલના સાહિત્ય પણ ઉપસ્થિત હતા. ભોગનારને કોર્ટે પ્રારંભિક  પ્રશ્નો પૂછતાં તે એકદમ મૌન રહી હતી.જેથી ભારતીય એવિડન્સ એકટની સેક્શન 118 હેઠળ ભોગ બનનાર ની જુબાની કોર્ટ દ્વારા લેવામાં નહોતી.આવી કારણકે ભોગ બનનાર પોતે સાચું શું અને ખોટું શું તે અંગે પ્રશ્નોના જવાબ આપવામાં પણ અસમર્થ હતી.

બે પૈકી એક આરોપી પોલીસ કબજામાંથી ભાગી ગયો હતો

આરોપી રામચંદ્રન પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો .જેને પોલીસના હાથે તા.10-8-2021 ને રોજ પાછો ઝડપાયો હતો .જેથી તેની સામે  ઈપીકો-224 ની વધુ એક ગુનો નોંધાયો હતો.


suratcourt

Google NewsGoogle News