Get The App

સાવલીમાં દુષ્કર્મી વિધર્મી યુવાનને ૨૦ વર્ષની સખત કેદ ફટકારતી કોર્ટ

અકુદરતી સેક્સના ફોટા પાડી વાયરલ કરવાની પણ ધમકી આપી હતી ઃ એક લાખનો દંડ પણ ફટકાર્યો

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
સાવલીમાં દુષ્કર્મી વિધર્મી યુવાનને ૨૦ વર્ષની સખત કેદ ફટકારતી કોર્ટ 1 - image

વડોદરા, તા.10 સાવલીની કોલેજમાં અભ્યાસ કરતી સગીરાનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે સગીરાને લઇ જઇ દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ગુનાનો સાવલી કોર્ટમાં કેસ ચાલી જતા વિધર્મી યુવકને કોર્ટે ૨૦ વર્ષની સખત સજાનો હુકમ કર્યો છે.

સાવલી તાલુકામાં રહેતી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમાંના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી કોલેજમાં આવતી હતી ત્યારે સાવલી બસ સ્ટેશન પર સાવલીમાં બેઠક મંદિર પાસે રહેતા ફેઝલ ઉર્ફે ફેન્ટો જાકીર દિવાનના પરિચયમાં આવી હતી. વર્ષ-૨૦૨૨ના પ્રારંભમાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મોબાઇલ નંબર મેળવ્યો હતો અને વોટ્સએપથી વાતો કરતાં  હતાં. તા.૧૩ માર્ચ -૨૦૨૨ના રોજ કોલેજની બહાર ફેઝલે યુવતીને મળવા બોલાવ્યા બાદ તેની બાઇક પર બેસાડી વડોદરાના અમિતનગર ખાતે તેના ફ્રેન્ડ સોનુંના ઘેર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું જેના  ફોટા પાડી લીધા હતાં.

બાદમાં ફેઝલ ઉર્ફે ફેન્ટોએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને વારંવાર બોલાવી લાંછનપુર ખાતે મહી નદીના કોતરોમાં ખુલ્લા પથ્થરો નજીક તેમજ અન્ય સ્થળે દુષ્કર્મ આચરી યુવતીના ફોટા પણ પાડતો હતો. કેટલીક વખત તે અકુદરતી સેક્સ પણ જબરજસ્તી કરતો હતો. ફેઝલના ત્રાસથી કંટાળી યુવતીએ સંપર્ક કાપી નાંખ્યા બાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો જેના પગલે પોલીસે ફેઝલ ઉર્ફે ફેન્ટોની ધરપકડ કરી તેની વિરુધ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ અંગેનો કેસ સાવલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ અને પોક્સોના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ સી.જી. પટેલે દલીલો કરતાં પોક્સો કોર્ટના જજે ફેઝલ ઉર્ફે ફેન્ટોને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી  હતી. આ ઉપરાંત ભોગ બનનાર યુવતીને રૃા.૪ લાખ વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વડોદરાને ભલામણ કરી હતી.




Google NewsGoogle News